કલાકાર : વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઈશા ગુપ્તા, શેફાલી શાહ, સતીશ કૌશિક
ડાયરેકટર : દેવેન ભોજાણી
સિનેમા સૌજન્ય : કોસ્મોપ્લેકસ
રેટિંગ : ૫ માંથી અઢી સ્ટાર
સ્ટોરી
કમાન્ડો-૨ એ કમાન્ડોની સીકવલ છે. કમાન્ડો કરન (વિદ્યુત જામવાલ) બ્લેક મની કબજે કરવા મલેશિયા જતી ટુકડીમાં સામેલ થઈ જાય છે. તે ઢોંગી મંત્રીઓની ચાલથી વાકેફ હોય છે. હોમ મીનીસ્ટર શેફાલી શાહ ખરેખર કાળુનાણુ દેશમાં પાછુ લાવે છે ? કમાન્ડો કરનની તેમાં શું ભૂમિકા છે ? શું હોમ મીનીસ્ટર પણ કાળા કામમાં સામેલ છે ? છેલ્લા સસ્પેન્સ શું છે ? તે જાણવું હોય તો તમારે કમાન્ડો-૨ જોવી પડશે. એક્ટિંગ: કમાન્ડો કરનના રોલમાં વિદ્યુત જામવાલે મોટાભાગે માત્ર એકશન જ કરી છે. તેણે ડુપ્લીકેટ એટલે કે બોડી ડબલની મદદ વિના પોતે જ ખતરનાક એકશન સીન ભજવ્યા છે. વિદ્યુત જામવાલ પોતાને જોહન અબ્રાહમ અને ટાઈગર શ્રોફનું મિશ્રણ ગણાવે છે. ટૂંકમાં, એકશનના મામલે વિદ્યુતને ટેન ઓન ટેન. અદા શર્માએ હૈદરાબાદી લહેજામાં હિંદી બોલીને એકશન દ્રશ્યો વચ્ચે કોમેડી કરીને વાતાવરણ થોડુ હળવું બનાવ્યું છે. આ સિવાય શેફાલી શાહ, ઈશા ગુપ્તા, સતીશ કૌશિકની ભૂમિકા ટુંકી છે. તેમની એકિટંગ જસ્ટ ઓકે.
ડાયરેકશન
ટેલીવિઝન સીરીયલમાં ગોળમટોળ ગટુની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણી તો બની ગયેલો ગુજજુ કોમેડીયન દેવેન ભોજાણી કમાન્ડો-૨નો ડાયરેકટર છે. તેણે એકિટંગ ડીપાર્ટમેન્ટ કરતા એકશન ડીપાર્ટમેન્ટ પર વધુ ધ્યાન આપ્યું છે. ફિલ્મમાં ૮૫ ટકા એકશન અને માત્ર ૧૫ ટકા જ ડ્રામા છે. દેવેન ભોજાણી ખુદ એક અચ્છા કોમેડીયન હોવા છતા તેમણે ડાયરેકશન માટે એકશન ફિલ્મ પસંદ કરી એટલે તેમને દાદ દેવી પડે.
મ્યુઝિક
ફિલ્મ કમાન્ડો-૨માં મ્યુઝિક નવોદિત યુવા સંગીતકાર બેલડી મનન-ગૌરવે આપ્યું છે. ફિલ્મના ગીતો ઠીક ઠાક છે. એક પણ ગીત હીટ થઈ શકયું નથી. ફિલ્મ તો જ સફળ થાય અગર તેના ગીતો અગાઉથી જ લોકપ્રિય થયા હોય. બાકી, બ્રેક ગ્રાઉન્ડ મ્યુઝિક ઘોંઘાટીયું છે.
ઓવરઓલ
કમાન્ડો-૨માં માત્રને માત્ર એકશન જ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવી છે. સ્ટોરીમાં ટિવસ્ટ એન્ટ ટર્ન છે. સસ્પેન્સ ટ્રેક પણ છે. ફિલ્મનો સેક્ધડ હાફ દર્શકોને કન્ફયુઝ કરે છે. કમ્પ્યુટર લેંગ્વેજ, ટેકનીકલ ભાષાનો વધુ પડતો ઉપયોગ કરાયો છે. સ્ટોરી સિમ્પલ રીતે રજુ કરી હોત તો દર્શકોને વધુ મજા આવત. સસ્પેન્સ છેલ્લે ખૂલે ત્યારે દર્શકોને ઉલ્લુ બની ગયાનું લાગે કેમ કે, એમાં કોઈ ઈન્ટેલીજન્ટ સસ્પેન્સ નથી. આ ફિલ્મ એકશન ફિલ્મોના ચાહકોને જ ગમે તેવી છે.