ડુકાટીની નવી મોટરસાઇકલ ભારતમાં લોન્ચ થવાની છે. જેનું નામ ડુકાટી સુપરસ્પોર્ટ છે આ નવી સુપરબાઇક માટે ડુકાટીની ડીલરશીપ પર પહેલાથી જ બુકિંગ શરૂ થઇ ગયું છે.

ભારતમાં ડુકાટી આ સુપરબાઇકના બે વેરિઅન્ટ્સ બેઝ સુપરસ્પોર્ટ અને સુપરસ્પોર્ટ એસને લોન્ચ કરશે. આ બંને ડુકાટી બાઇક્સમાં એક જ એન્જિન હશે.

સ્પોટી સ્ટાઇલ

ડુકાટી પેનિગેલની જેમ જ કંપનીએ આ બાઇકને પણ સ્પોર્ટી સ્ટાઇલ આપી છે પરંતુ આ બાઇકને ડેઇલી યુઝને ધ્યાનમાં રાખીને બનાવી છે.

પેનિગેલ બાઇક મુખ્ય રીતે ટ્રેક પર રેસિંગ માટે બનાવવામાં આવી હતી. પરંતુ ડુકાટી સ્પોર્ટ બાઇકને કમ્પ્યુટિંગ અને વીકેન્ડ રેસિંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

એન્જિન

ડુકાટી સુપરસ્પોર્ટ બાઇકમાં હાઇપરમોટાર્ડ ૯૩૯ બાઇક જેવુ જ ૯૩૭સીસી ટેસ્ટાસ્ટ્રેટા ૧૧ ડિગ્રી એલ ટ્વિન એન્જિન લગાવવામાં આવ્યું છે આ ૪ સિલિન્ડર એન્જિન ૯૦૦૦ આરપીએમ પર ૯૩ ન્યુટન મી. મેક્સીમમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

આ બાઇકની કિંમતને લઇને હાલ તો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એક્સપર્ટના જણાવ્યાનુસાર ડુકાટી સુપરસ્પોર્ટની દિલ્હીમાં એક્સ શોરૂમની કિંમત ૧૧ લાખ રૂપિયા હોય શકે છે. જ્યારે ડુકાટી સુપર સ્પોર્ટ એસની કિંમત ૧૨.૫ લાખ હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.