બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટ સામે આવી છે. ઈદ પર રિલીઝની પરંપરાને ધ્યાનમાં રાખીને સલમાન ખાને ફિલ્મ્સ અને ઝી સ્ટુડિયોઝે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માટે મેગા રિલીઝ કરવાની યોજના બનાવી છે. પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે મલ્ટિફોર્મેટ રિલીઝ અને 13 મે 2021ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક રીલીઝ થશે. આ સાથે સલમાન ખાને ચાહકોને સરપ્રાઈઝ આપતા જણાવ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર 22 એપ્રિલે રિલીઝ થશે.
ઝી સ્ટુડિયોઝ ફિલ્મની રિલીઝ માટે મલ્ટિ-ટાયર્ડ સ્ટ્રેટેજી તૈયારી કરી છે. ‘રાધેય:યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ હવે દુનિયાભરના સિનેમાઘરોમાં રજૂ થશે, જ્યાં સરકાર દ્વારા જારી કરાયેલા કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. આ સાથે જી5 પર જીની ‘પે પર વ્યૂ’ સર્વિસ જીપ્લેક્સ દર્શકોને ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોવાની તક આપશે.
The perfect Eid celebration!? #Radhe: Your Most Wanted Bhai, releasing simultaneously on multiple platforms worldwide.#RadheThisEid
@BeingSalmanKhan @bindasbhidu @DishPatani @RandeepHooda @PDdancing @ZeeStudios_ @SohailKhan @atulreellife @reellifeprodn @ZeeMusicCompany pic.twitter.com/TzD3s3eLDi— Salman Khan Films (@SKFilmsOfficial) April 21, 2021
40 દેશોમાં થશે રિલીઝ
‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાનની સાથે દિશા પટની, રણદીપ હૂડ્ડા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકાઓમાં છે. ઝી સ્ટુડિયોના સહયોગથી સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે. સલમા ખાન, સોહેલ ખાન અને રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ વર્ષે ઈદના દિવસે એટલે કે, 13 મેના રોજ રીલિઝ થશે. મિડલ ઈસ્ટ, ઉત્તર અમેરિકા,ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, યુરોપ સહિત 40 દેશોમાં મુક્ત કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. ગયા વર્ષે લોકડાઉન થયા બાદ તે યુકેમાં થિયેટરમાં રિલીઝ થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ હશે.