યંગ અને ઓલ્ડ બન્ને જનરેશનને મજા પડે તેવી આગવીઢબમાં સાહિત્ય રજૂ થશે: ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન તદન ફ્રી હશે, ઓટીટી થોડા જ મહિનાઓમાં પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર બનશે ઉપલબ્ધ
મનોરંજનના મેઘધનુષ્ય સમાન ઓટીટી પ્લેટફોર્મ અંગે વિસ્તૃત વિગતો આપવા જાણીતા કલાકાર સાંઈરામ દવે અને ઓટીટી તૈયાર કરનાર જીતેન્દ્રભાઈ બંધનીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
અત્યારે ઓટીટી પ્લેટફોર્મ તો બહુ બધા છે. પરંતુ પરિવારના દરેક સભ્યો સાથે બેસીને બધા કાર્યક્રમો જોઈ શકે તેવા પ્લેટફોર્મ કેટલા ? આવા સવાલ ઉઠાવવાની જગ્યાએ આનો જવાબ લઈને સાંઈરામ ટૂંક સમયમાં આ ઓટીટી પ્લેટફોર્મ લાવી રહી છે. સાંઈરામ દવે ઓટીટીએ મનોરંજનનું મેઘધનુષ્ય જેવું પ્લેટફોર્મ હશે. આ અંગે વિસ્તૃત વિગતો આપવા સાંઈરામ દવે અને ઓટીટી પ્લેટફોર્મ તૈયાર કરનાર જીતેન્દ્રભાઈ બંધનીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રૂબરુ મુલાકાત દરમિયાન સાંઈરામે જણાવ્યું હતુ કે, આજ સુધી મેં લોકોને ગમે તેવું હાસ્ય- સાહિત્ય અઢળક પીરસ્યું છે. પરંતુ આ પ્લેટફોર્મ પર સાંઈરામને ગમે એવું અને આજ સુધી સાચવી રાખેલું સાહિત્ય રજૂ થશે. ટૂંકમાં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને હાસ્ય સાહિત્ય એક નવા કલેવર સજવા તૈયાર થઈ રહ્યું છે. છવ્વીસ વર્ષની સાંઈરામ ટ્વેની કલાક્ષેત્રની યાત્રાનો નિચોડ હશે.
આ સાંઈરામ દવે ઓટીટી અબાલવૃદ્ધ સૌને નિહાળવું ગમે તેમજ ઉભરતા કલાકારો માટે એક નવી દિશા ખોલનારું પ્લેટફોર્મ હશે સાંઈરામ દવે ઓટીટી. સાથે જ સાંઈરામે સૌથી મોટી વાત એ જણાવી કે, લોકો સારું જોઈ શકે તે માટે આ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રી રાખવામાં આવ્યું છે. ઓટીટી થોડા જ મહિનાઓમાં પ્લે સ્ટોર પર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ ઓટીટી પ્લેટફોર્મ ધ વીઝ્યુલાઈઝરના સીઈઓ જીતેન્દ્રભાઈ બંધનીયા દ્વારા તૈયાર કરવામાાં આવ્યું છે.
સાંઈરામ દવે એક પ્રતિભા સંપન્ન કલાકાર છે હાસ્ય, સાહિત્ય અને શિક્ષણમાં અનોખા. પ્રયોગો દ્વારા તેમણે લાખો ગુજરાતીઓના દિલ જીત્યા છે. વર્ષો પહેલા 2007માં સાંઈરામ ટ્વે ડોટ કોમ જે લોક કલાકારે શરૂ કરેલી પ્રથમ વેબસાઈટ હતી. સાંઈરામ ટ્વે ઓફિશ્યલ ફેસબુક પેજ પર દસ લાખ ફોલોઅર્સ ધરાવતા ગુજરાતના એકમાત્ર હાસ્ય કલાકાર છે. છેલ્લા છવ્વીસ વર્ષથી તેઓ ગુજરાતને કલાક્ષેત્રની સેવાઓ આપી રહ્યા છે. કોરોના કાળ પછી ઓટીટી પ્લેટફોર્મ તરફ બોલિવૂડ પણ ઝુકાવ્યું હોય ત્યારે ગુજરાતમાં એક કલાકાર તરીકે સર્વપ્રથમ સાંઈરામ દવે ઓટીટી નામનું પોતાનું મેગા ઓટીટી પ્લેટફોર્મ લઈને ટૂંક સમયમાં સોશ્યલ મીડિયામાં આવી રહી છે.
છ વર્ષની મહેનતથી ‘સાંઈરામે’ તૈયાર ર્ક્યો હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો કોર્ષ
ઓટીટી સાથે ગુજરાતની નવી પેઢીના કલાકારોને એક જેકપોટ લાગવાનો છે. લોકસાહિત્ય કે હાસ્ય જનરલી કોઈ કોઈને શીખવતું નથી. લોક માનસમાં એવી દ્રઢ માન્યતા છે કે, કલાકાર જન્મ લ્ય છે – કલા શીખવી ન શકાય ! જ્યારે સાંઈરામ દવે છેલ્લા છ વર્ષની મહેનત કરીને હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો એક આખો એક્સક્લઝિવ ઓનલાઈન કોર્સ તૈયાર કરેલો છે. જેમાં કોઈપણ વ્યક્તિ એ કોર્સ જોઈન્ટ કરે તો સાંઈરામ વિધિવત રીતે હસ્યનું વિજ્ઞાન શીખવશે.
જોક કેવી રીતે કહેવી ? સ્ટેજ ફીયર કેવી રીતે દૂર કરવો? જોક સ્ટ્રકચર શું છે? હાસ્યના પ્રકારો ક્યા ક્યા છે? તેની એકદમ પ્રેકટીકલ અને વિધિવત ઉદાહરણ તથા અસાઈન્મેન્ટ્સ સાથેની છણાવટ સાંઈરામ દવેએ આ કોર્સમાં કરેલી છે.નવા કલાકાર માટે તેની પ્રથમ સ્ક્રીપ્ટથી માંડી અને માઈક સેન્સ, ડ્રેસીંગ સેન્સ તેમજ સ્ટેજના એટિકેટ્સની ખૂબ જ મોર્ડન શૈલીમાં સાંઇરામે આ કોર્સમાં રજૂ કરી છે.
કેટલીક તૈયાર સ્ક્રીપ્ટ તેમજ લોકસાહિત્યની અપ્રાપ્ય કવિતાઓનો એક અણમોલ લીથો કોર્સ સબસ્ક્રાઈબ કરનારા વિધાર્થીને ફ્રીમાં આપવામાં આવશે.કોર્સ બનાવવા પાછળ સાંઈરામનો હેતુ માત્ર એટલો જ કે, આવનારા દિવસોમાં વલ્ગારીટીને પ્રાધાન્ય આપનારા કલાકારોને બદલે ગુજરાતની ધરોહરને જાળવીને સારા, સાચા અને શિક્ષિત કલાકારોની ગુજરાતને ભેટ મળે.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકારનો ગુજરાતી ભાષાનો કલાકારો માટેનો પ્રથમ કોર્સ છે. તો કલાક્ષેત્રમાં ઝંપલાવવા ઈચ્છતા નવયુવાનો તૈયાર થઈ જાવ. હવે તમારે માત્રા કોઈના વીડિયો જોઈને જ શીખવાનું નહી રહે. સાંઈરામ ટ્વે પોતાના અનુભવથી તમને કલાકાર બનતા શીખવે છે. આવનારી પેઢી માટે આ ઓટીટી એક આશીર્વાદ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, સાંઈરામ દવેએ 6 વર્ષ મહેનત કરી આખો કોર્ષ તૈયાર કર્યો છે. જે નવોદિત કલાકારો માટે ખુબ ઉપયોગી રહેશે.
ઓટીટી પ્લેટફોર્મમાં સાત પ્રકારનું મનોરંજન હશે
- કોમેડી કાર્નિવલ: નવા વિષય, નવી રજૂઆત સાથે નવી જનરેશનને ગમે તેવી કોમેડીનો કાર્નિવલ આ ઓટીટીમાં જોવા મળશે. એમ કહી સાંઈરામ ટ્વે જણાવે છે કે, આ ઓટીટીમાં ડેફિનેટલી હાસ્યની છોળો ઉડશે. પણ એ પીરસવાનો અંદાજ કંઈક જુદો અને યંગસ્ટર્સને ગમે તેવો હશે.
- ફોક ટેલ્ક: કોક – લોકસાહિત્ય આપણો અદભૂત વારસો છે. તેને વરસોના વરસ સુધી, ને આપણાં વારસ સુધી પહોંચાડવાનો નવો રસ્તો એટલે ફોક ટોક. આ સિરિઝ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે કેટલાક સવાલોએ ફોક ટોક વિષયને જન્મ આપ્યો. સવાલ એ થયો હતો કે, કે, લોકસાહિત્ય… ફક્ત પુસ્તકો પુરતુ સીમીત રહી જશે? અમારી કે અમારા પહેલાની પેઢીની જનરેશન સુધી જ મર્યાદિત રહેશે.? આ ચિંતા કરાવે તેવા સવાલ છે. પણ એનો રસ્તો એ નીકળે છે કે, પીરિયોડિકલ સિનેમા જોતી આજની પેઢીને એ સજ્જેક્ટ ગમે જ છે, પણ જો એ વિષયની રજૂઆત મજ્જાની લેવી જોઈએ. એવું જ કંઈક સાંઈરામ દવે ઓટીટીમાં જોવા મળશે.
- અધ્યાત્મનું આંગણું: અધ્યાત્મથી યુથને ફેમિલિ અને મોરલ વેલ્યુ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન એટલે અધ્યાત્મનું આંગણું. આ સિરિઝ વિશે વાત કરતા સાંઈરામ જણાવે છે કે, અધ્યાત્મ એ કથાના ફોરમેટમાં વડીલોને ગમે. અને મોટીવેશનના ફોરમેટમાં યુવાનોને ગમે છે. વડીલો જ નહી, યુવાનો અને બાળકોને આ ઓટીટીમાં અધ્યાત્મનો અલગ જ અંદાજ જોવા મળશે.
- કીડઝ કોર્નર: બાળગીતો બાળ વાર્તાઓ હાલરડાં – પેરેન્ટીંગ ટીપ્સ અને બીજુ ઘણું બધુ બાળકો અને માતા- પિતા માટે મિસિંગ હતું. એ જ પુરુ પાડવા માટે સાંઈરામ દવે ઓટીટીમાં કીડઝ કોર્નર સિરિઝ આવશે. આ મુદ્દે વાત કરતા સાંઈરામ ટ્વે એ ટકોર કરી કે, બાળકો. આપણું ભવિષ્ય છે. પણ આ ભવિષ્ય મોબાઈલની સ્ક્રીનમાં ખોવાયેલું રહે છે. મોબાઇલ એ મુકી શકે, અથવા મા-બાપ મુકાવી શકે એવી શક્યતાઓ ધૂંધળી છે. ત્યારે મોબાઈલમાં એને એવી વસ્તુઓ જોતો કરીએ તો. કે જે તેનું ઘડતર કરે. બાળકમાં સંસ્કારનું સિંચન કરે.
- યુથ વર્લ્ડ: યંગ જનરેશન ગમે તે જોવે છે, એની જગ્યા એ ગમી જાય તેવું જ જોવે. એવું બને તે માટે નવા વિચાર, નવી સ્ક્રીપ્ટ, નવા ડિરેક્શન સાથેની યુવાનો માટે સ્પેશ્યલ સિરિઝ છે યુથ વર્લ્ડ. આ સિરિઝની વાત કરતા યુવાનો માટે સાંઈરામ દવેએ જણાવ્યું કે, જો યુવાનોના વિચારોને પાંખો મળે તો.. તેઓ સફળતાના આકાશમાં ઉડી શકે તેમ છે. આસમાન ખુલ્લું છે એમની ઉડાન માટે. એ ઉડાનને યોગ્ય દિશા આપે તેવા વિચારો સાથે આ સિરિઝ આવી રહી છે. તેમ જણાવી ઉમેર્યુ કે, બી રેડ્ડી ફોર સમથીંગ એક્સ્ટ્રા ઓર્ડીનરી.
- સાહિત્ય: શોની એક આગવી દુનિયાને સાંઈરામ દવે દર્શકો સુધી – શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે તૈયાર છે તેમ જણાવી સાંઈરામ દવેએ કહ્યું કે, શબ્દોની નવી દુનિયાને લોકો સુધી નવી તરાથ્થી પહોંચાડવાનું મેં વર્ષોથી જોયેલું સપનું હવે આ ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી સાકાર થશે.
- વંદે રાષ્ટ્રમાં: દેશભક્તિ માટેનો સ્પેશ્યલ ડાયરો કરનાર કલાકાર તરીકે સાંઈરામ દવે જાણીતી છે. આ જ વાતને તેઓ ડાયરાને બદલે ડ્રામા દ્વારા અથવા વેબસીરીઝ દ્વારા હવે રજૂ કરવાના છે. દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે – જીવે – અમર રહે એવા દેશદાઝ ભર્યા વિચાર સાથે સાંઈરામ દવે ઓટીટીમાં વંદે રાષ્ટ્રમ. નામની સિરિઝ એ સાંઈરામ ટ્વેના રાષ્ટ્રભક્તિના વિચારોને મોકળા મને લોકો સુધી પહોંચાડશે.