રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ડિસેમ્બર માસમાં છેલ્લો કાર્યક્રમ તાજેતરમાં હેમુગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સંગીત એકેડેમી ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાયો હતો. કોમેડી નાટક વટથી કહો અમે બૈરીના ગુલામ ક્રિષ્ના કોમ્યુનિકેશન અલ્પના મજમુદાર નિર્મિત અભિનીત ભાવિક શાહ રિદ્ધમ કોમ્યુ.પ્રસ્તુત લેખક:- રાજેન્દ્ર શુકલા મુંબઈ કલાકારો નિશિથ બ્રહ્મભટ્ટ, અલ્પના મજમુદાર, નંદિની મહેતા, હરેશ ડાગીયા, ગોપાલ બારોટ, ડિમ્પલ ઉપાધ્યાય, હરીશ પંડયા જેવા કલાકારોએ સભ્ય બહેનોને હસાવીને લોથપોથ કરી દીધેલ. બહેનોએ પણ સતત તાલીઓના ગણગણાટ સાથે કલાકારોને વધાવ્યા હતા. દીપ પ્રાગટય ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અને અગ્રણી મહિલા અંજલીબેન ‚પાણીના હસ્તે કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે બીનાબેન આચાર્ય, જૈન અગ્રણી મહિલા વિણાબેન શેઠ, રીનાબેન બેલાણી, મુકેશભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, અલ્પનાબેન મજમુદાર સ્વાગત પ્રવચન દીનાબેન મોદીએ કરેલ. સંસ્થાનો પરીચય પ્રમુખ પ્રફુલાબેને આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, હીનાબેન મોદી, દર્શના મહેતા, નીતા મહેતા, પ્રિતીબેન ગાંધી, અલ્કાબેન ગોસ્વામી ઉપપ્રમુખ-મીનાબેન વસા વગેરેએ જહેમત ઉઠાવેલ.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી