ગુજરાતના કોમેડિયન મનન દેસાઇના ‘ધ કોમેડી ફેક્ટરી’ના નામ પર ઝી એન્ટરટેઇમેન્ટ દ્વારા શો શરૂ કરતા લેવાયા લીગલ એક્શન
સ્ટેન્ડ અપ કોમેડીનો ક્ષેત્ર દિન-પ્રતિદિન વધતો જોવા મળે છે. ત્યારે ગુજરાતી ભાષામાં જો કોમેડી અને એન્ટરટેનમેન્ટ કોન્ટેન્ટની જો વાત કરીએ તો ‘ધ કોમેડી ફેક્ટરી’ નામ તો આપણે સાંભળ્યું જ હશે ! ત્યારે ડેવીડ દ/ત ગોલિયાથના કેસમાં વડોદરા સ્થિત કોમેડી અને મનોરંજન ફર્મએ સમાન નામ સાથેની કોમેડી ફેક્ટરી શબ્દનો ઉપયોગ કોઇપણ સ્વરૂપે ન કરવા માટે ઝી એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ સંમત થયા હતાં.
ગયા મહિને ટીવી ચેનલ કરી કોમેડી ફેક્ટરી નામના નવા શો ની જાહેરાત કરી હતી. જેમાં ફરાદ ખાનને “લાફીંગ બુધ્ધા” તરીકે રજૂ કરવામાં આવી હતી. મનન અને વિદ્યા દેસાઇ જેઓ 2011થી લાઇવ કોમેડી ઇવેન્ટ્સન આયોજન કરી રહ્યાં છે અને ડીઝીટલ કોન્ટેન્ટને ‘ધ કોમેડી ફેક્ટરી’ તરીકે રજૂ કરી રહ્યાં છે, તેમણે ચેનલ અને શો ના નિર્માતા સામે દાવો દાખલ કર્યા પછી દવે તે નામ બદલવું પડશે.
આ વિનિમય દેખીતી રીતે જૂન મહિનાથી થયું હતું, પરંતુ દેસાઇઓએ ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ કરતા પહેલા ટીવી ચેનલ સોશ્યલ મીડીયા પર શો નો પ્રચાર શરૂ કરે ત્યાં સુધી રાહ જોવી પડી. બે સુનવાણી બાદ જ્યારે જજ પોતાનો આદેશ અનામત રાખવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ટીવી ચેનલના કાનૂની પ્રતિનિધી આખરે શો નું નામ બદલવા સંમત થયા. હાઇકોર્ટે ચેનલને એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે કે તેઓ દવે અથવા ભવિષ્યમાં ‘ધ કોમેડી ફેક્ટરી’ શિર્ષકનો ઉપયોગ કરશે નહીં અને તેમને મુકદમા ખર્ચ માટે વળતર તરીકે રૂા.2 લાખ ચૂકવવા પડશે.
આ બધુ થયા બાદ હાલ તેઓ માત્ર હેશટેગ #comedy factoryનો જ ઉપયોગ નથી કરી રહ્યાં પરંતુ હજી પણ કોમેડી ફેક્ટરી ટ્રેડમાર્કનો ઉપયોગ ડાયલોગ અને પ્રોમોમાં કરી રહ્યાં છે. આ તમામ બાબતે મનન દેસાઇએ પોતાના સોશ્યલ મીડીયા હેન્ડલ પર રોષ વ્યક્ત કર્યો હતો.