ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝાના હસ્તે પુસ્તકનું વર્ચ્યુઅલ વિમોચન થશે
પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર તથા શિક્ષણવિદ સાંઈરામ દવેની લેખનયાત્રાનું બારમું પુસ્તક ‘સ્માઈલરામ’નું કાલે રાત્રે ૯:૩૦ કલાકે સાંઈરામદવે ઓફિશીયલ યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઈજ પરથી ઓનલાઈન વિમોચન થશે.
પોરબંદર સાંદિપની વિદ્યાનિકેતનથી ભાગવત્ કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) આ પુસ્તકનું લોકાર્પણ કરશે. સાંઈરામ દવેએ ‘રંગ કસુંબલ ગુજરાતી’ પુસ્તક દ્વારા ગુજરાતની રાષ્ટ્રભકિતના ગીતો રજૂ કર્યા હતા. તેમજ ‘પેરેન્ટીંગ સોલ્યુશન્સ’ અને બાળકો માટે ‘મામાનું ઘર કેટલે’ જેવા હૃદયસ્પર્શી વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે. સ્માઈલરામ એ ખડખડાટ હાસ્ય લેખોનો સંગ્રહ છે. તો આ વર્ચ્યુઅલ વિમોચનમાં જોડાવા સર્વે પુસ્તકપ્રેમીઓને અનુરોધ કરાયો છે. સાંઈરામ દવે ઓફિશીયલ યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઈજ પર તથા સાંદિપની વિદ્યાનિકેતનના ફેસબુક પેઈજ તેમજ યુ-ટયુબ પર આ ઓનલાઈન વિમોચન થશે.