તાત્કાલીક એઇમ્સમાં સારવાર અર્થે દાખલ કરાયો
લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. રાજુને જિમમાં વર્કઆઉટ કરતાં સમયે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરતો હતો. આ દરમિયાન ટ્રેડ મિલ પર રનિંગ કરતાં સમયે છાતીમાં દુખાવો થયો હતો અને તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યો હતો. અજીત સક્સેનાએ કહ્યું હતું કે રાજુને પાર્ટીના કેટલાંક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી આવ્યો હતો. તેની પલ્સ હવે નોર્મલ છે અને ટૂંક સમયમાં જ હેલ્થ અપડેટ આપવામાં આવશે.
રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, ‘રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડોક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે.
આના આધારે ડોક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યો છે અને નિયમિત જિમ કરે છે. તેના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.’