પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પદમશ્રી શાહબુદ્દીન રાઠોડ, પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા પુસ્તકનું ઓનલાઇન લોકાર્પણ
હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી સંપાદિત ‘મારી એકાંત યાત્રા’ પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પૂ. રમેશભાઇ ઓઝા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાયું હતું.
ડો. જગદીશ ત્રિવેદીએ લોકડાઊનનાં પ્રથમ પચાસ દિવસમાં ૩૧૦ પાનાના પાકા પૂંઠાનાં પુસ્તકનું સંપાદન કર્યુ છે , જેમાં મહાત્મા ગાંધીજી, વિનોબાજી, ઓશો, હીરાભાઈ ઠક્કર, સ્વામી સચ્ચિદાનંદજી, સ્વામી માધવપ્રિયદાસજી, મોરારિબાપુ તથા રમેશભાઈ ઓઝા જેવા ભારતના મહાપુરુષો, ચિંતકો અને સંતોનાં મૂલ્યવાન વિચારો તો છે પરંતુ સાથે પશ્ચિમના વિદ્વાનોના પણ એકાંત અને અધ્યાત્મ વિશેના ઉપદેશાત્મક વિચારોનું સંપાદન છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની સમૃદ્ધ કવિતાઓ સાથે લોકસાહિત્યના પ્રસંગો પણ વણી લેવામાં આવ્યા છે.
તાજેતરમાં આ પુસ્તકનું જૠટઙ સંસ્થા- છારોડીના અધ્યક્ષ પ. પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, સાંદિપની વિદ્યાનિકેતન- પોરબંદરના પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્રારા ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્રણે મહાનુભાવોએ ડો. જગદીશ ત્રિવેદીને લોકડાઊનના એકાંતનો સુંદર સદુપયોગ કરીને લોકોપયોગી સર્જન કરવા બદલ બિરદાવ્યા હતા અને ” મારી એકાંતયાત્રા ” પુસ્તક આબાલ-વૃદ્ધ સૌને ઉપયોગી થશે એવી આશા વ્યક્ત કરી હતી.