લો-પ્રેસર સર્જાયા બાદ ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત શે: મંગળ અને બુધવારે દક્ષિણ તા મધ્ય ગુજરાતમાં જ્યારે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: સાયકલોનિક સકર્યુલેશનની અસરતળે ૨ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
ગુજરાત અને તેની સાથે જોડાયેલા મધ્યપ્રદેશમાં અપરએર સાયકલાનિક સકર્યુલેશન સર્જાયું છે જેની અસરતળે રાજયમાં ત્રણ દિવસી વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગત મધરાતી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પણ ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં જાણે બારે મેઘ ખાંગા યા હોય તેમ સુપડાધારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આવતીકાલે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાશે જે ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત શે જેની અસરતળે આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર કાલે બંગાળની ખાડીમાં લો-પ્રેસર બનશે જે ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતને મળે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સીસ્ટમના કારણે આગામી મંગળવાર અને બુધવારના રોજ મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે ચોથી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને દરિયાકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના જણાય રહી છે. આ લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થયા બાદ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનો લાભ ઓરિસ્સા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશને વધુ મળશે. હાલ ગુજરાતમાં મોનસુનની ટ્રફ લાઈન દ્વારકાી અમદાવાદ સુધીની છે. આવતા સપ્તાહે ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સંતોષકારક વરસાદ વરસી જશે અને જુન માસમાં વરસાદની જે ઘટ પડી છે તે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જ પૂર્ણ થઈ જશે. અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસરતળે આગામી ૪૮ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદની શકયતા છે. ગત મધરાતી દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા યા હોય તેવી રીતે વરસાદી વરસી રહ્યો છે. વાપીમાં ૮ ઈંચ જેટલો વરસાદ એક જ રાતમાં પડી ગયો હતો. દરમિયાન આજે સવારી વલસાડ, ડાંગ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારમાં ૨ કલાકમાં જ વઘઈમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જયારે ખેર ગામમાં ૩॥ ઈંચ, વાસંદા, વડોદરા , અંકલાવમાં ૨॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સવારી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અમુક છુટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડો હોવાના પણ અહેવાલો મળી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી: વાપીમાં ૮ ઈંચ ખાબકયો
પારડીમાં ૭ ઈંચ, કપરાડા-ઉમરગામ-વલસાડમાં ૬ ઈંચ, કરજણ-નવસારી-પલાસવામાં ૪ ઈંચ વરસાદ: દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ
સવારે ૨ કલાકમાં વઘઈમાં ૪ ઈંચ, ખેર ગામમાં ૩॥ ઈંચ, વડોદરા અને વાંસદામાં ૨॥ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ એક રાતમાં ૧ ઈંચી લઈ ૮ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સવારી ડાંગ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત પારડીમાં ૯ ઈંચ, કપરાડામાં ૬ ઈંચ, ઉમરગામમાં ૬ ઈંચ, વલસાડમાં ૬ ઈંચ, ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયો છે. નવસારીના ચીખલીમાં સવા ઈંચ, ગણદેવીમાં ૪ ઈંચ, જલાલપોરમાં ૩ ઈંચ, ખેરગામમાં ૩ ઈંચ, નવસારીમાં ૪ ઈંચ, ભરૂચના અમોદમાં ૧ ઈંચ, અંકલેશ્વરમાં દોઢ ઈંચ, ભરૂચમાં ૩ ઈંચ, હનસોટમાં ૨ ઈંચ, નેત્રાંગમાં અઢી ઈંચ, વાગરામાં ૧ ઈંચ, સુરતના પલાસણામાં ૪ ઈંચ, ચોર્યાસીમાં ૩ ઈંચ, મહુવા, માંડવી, સુરતમાં ૨ ઈંચ અને કામરેજમાં ૧ ઈંચ વરસાદ પડયો છે. નર્મદા જિલ્લામાં પણ હળવાી મધ્યમ વરસાદ પડયો છે. વાપીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. આજે સવારી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં ડાંગના વઘઈમાં ૪ ઈંચ, નવસારીના ખેર ગામમાં ૩ ઈંચ, વડોદરામાં અઢી ઈંચ, વાસંદામાં અઢી ઈંચ, અંકલાવ, માંગરોળ, ધરમપુર અને નવસારીમાં ૧-૧ ઈંચ વરસાદ વરસ્યો છે. સવારી દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આગામી ૪૮ કલાક સુધી હજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
મહુવાના બોરડી ગામે આભ ફાટયું ૨ કલાકમાં સુપડાધારે ૮ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં હેત વરસાવતા મેઘરાજા: સિંહોરમાં ૪ ઈંચ, ઘોઘામાં ૩॥ લાઠીમાં ૩, બાબરામાં ૨॥ ગીરગઢડા, ભાવનગર, બોટાદ અને ઉમરાળામાં ૨ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસી મેઘરાજા છુટા છવાયા વિસ્તારોમાં હેત વરસાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મહુવાના બોરડી ગામે શુક્રવારે સાંજે ૨ કલાકમાં સુપડાધારે ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. ગામમાં નદીઓની માફક પાણી વહેવા લાગ્યા હતા. મહુવાના બોરડી ગામે ગઈકાલે બપોરે ૨ વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સાંજે ૫ વાગ્યે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ૭ વાગ્યા સુધીમાં સુપડાધારે ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ગામના માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મેઘાના રૌદ્ર રૂપી લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભાવનગર, ગીર-સોમના, અમરેલી અને બોટાદ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગીર-સોમના જિલ્લાના ગીર-ગઢડામાં ૫૩ મીમી, કોડીનાર અને સુત્રાપાડામાં ૧૦ મીમી, ઉનામાં ૨૪ મીમી, અમરેલી જિલ્લાના બાબરામાં ૬૬ મીમી, લાઠીમાં ૭૯ મીમી, લીલીયામાં ૨૯ મીમી અને અમરેલી શહેરમાં ૨૦ મીમી વરસાદ પડયો હતો. ભાવનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મનમુકી વરસ્યા હતા. ભાવનગર શહેરમાં ૫૧ મીમી, ગારીયાધારમાં ૨૪ મીમી, ઘોઘામાં ૮૪ મીમી, જેસરમાં ૨૯ મીમી, મહુવામાં ૧૦ મીમી, પાલીતાણામાં ૯ મીમી, સિંહોરમાં ૯૭ મીમી, તળાજામાં ૨૮ મીમી અને ઉમરાળામાં ૪૩ મીમી વરસાદ પડયો હતો.
જયારે બોટાદ જિલ્લાના ગઢડામાં ૩૧ મીમી અને બોટાદ શહેરમાં ૪૭ મીમી વરસાદ વરસ્યો હતો અને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૦ જિલ્લાના ૯૨ તાલુકાઓમાં વરસાદ પડયો છે.