- કોર્પોરેશનના સ્થાપના દિને રાત્રે ડીએચ કોલેજમાં બોલીવુડ મ્યુઝીકલ નાઇટ
- ગુજરાતની જનતાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મારા ગીતોને સ્વીકાર્યા છે: દિલથી
- બનાવેલું ગીત સુપર હીટ રહે છે: બોલીવુડના યુવા સીંગર આજે રાજકોટવાસીઓને ડોલાવશે
રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિન નીમીતે આજે રાત્રે યાજ્ઞીક રોડ પર ડીએચ કોલેજ ખાતે બોલીવુડના ખ્યાતનામ યુવા સીંગર અમાલ મલિક અને નિકિતા ગાંધીની બોલીવુડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે બપોરે જ રાજકોટ ખાતે આવી પહોચેલા યુવા સીંગર અમાલ મલીકે કોર્પોરેશન કચેરી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી .જેમાં તેઓએ બોલીવુડના ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય અંગેનો ચિતાર આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત અને કોલકતાની જનતાએ મને ખુબ જ પ્રેમ કર્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા હોય કે પછી રાજકોટ મારા ગીતોને સંગીત પ્રેમી જનતાએ સ્વીકાર્યા છે. હું આજે રાજકોટની સંગીત પ્રેમી જનતાના દિલ પર રાજ કરવા માટે આવ્યો છું. રાજકોટવાસીઓ નાચી નાચીને થાકી જશે પરંતુ હું એક થી એક ચડિયાતા ગીતો ગાતા નહી થાકુ.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે મે અને મારા ભાઇએ મમ્મી-પપ્પાના દિલ જીતવા માટે ગીતો ગાવાનું શરુ કર્યુ હતું. આજે મને રાજકોટના સંગીત પ્રેમીઓ સમક્ષ પર્ફોમ કરવાનો મોકો મળશે જે મારા માટે ખુબ મોટી વાત છે. તેઓએ ‘ધોની’ ફિલ્મના બે ગીતો પણ ગાયા હતા.
હાલ ભારતીય મ્યુઝિકમાં કયા દૌર ચાલે છે તેના જવાબમાં અમાલ મલિકે જણાવ્યું હતું કે 70 થી 90 દશકામાં દિગ્ગજકોએ શ્રેષ્ઠ મ્યુઝિક આપ્યું હતું. ‘ચક દે’ ફિલ્મ સુધી ગોલ્ડન પિરિયડ કહી શકાય. લોક ડાઉન પછીના સમયમાં લોકોમાં સંગીત પ્રત્યેનો લગાવ વઘ્યો છે. આજે પણ 90ના દશકાના ગીતો સંભયાય છે. હું જુના ગીતોને રિમીકસ સાથે ગાવાની મશાલ લઇને નિકળ્યો છુઁ. હાલ રિમીકસનો દૌર ચાલી રહ્યો છે. જેમાં જુના ગીતકારોના નામ પણ સામેલ થવા જોઇએ.
ભારતીયોમાં ખુબ જ ટેલેન્ટ છે. આજે ડિમાન્ડ ઓફ માર્કેટ નહી ડિમાન્ડ ઓફ ઇન્ડીસ્ટ્રીઝ ચાલે છે. આજે બધા લોકોમાં સંગીતનું થોડું ઘણું જ્ઞાન છે. જુની પેઢીએ સંગીત માટે ખુબ જ કામ કર્યુ હું મારા (આખરી) દમ તક શ્રેષ્ઠ ગીતો ગાવાના પ્રયાસ કરીશ.
રિયાલીટી શો અંગે તેઓએ ઉમેર્યુ હતું કે રિયાલીટી શોમાં વિજેતા બનેલા અથવા ચમકેલા ગાયકોએ સતત મહેનત કરવી જોઇએ. રિયાલીટી શો જીત્યા પછી જ તમારી સાચી સ્ટ્રગલ શરુ થાય છે. અવાજ સાથે ભાગ્યનો સાથ મળવો પણ ખુબ જ જરુરી છે. બોલીવુડમાં નોયોટિઝમ નથી ચાલતું પણ ગુપરિઝમ ચાલે છે. જેમાં દરેક ડાયરેકટરોની એક અલગ ચોઇસ હોય છે. જો ગીત દિલથી ગાવામાં આવે તો તે હમેંશા સુપર હીટ રહે છે. બાકી માકેટીંગ વાળા ગીતોનું આયુષ્ય માત્ર બે ચાર મહિના પુરતુ મર્યાદિત જ હોય છે. આઇટમ સોન્ગ દરેક ફિલ્મની ડિમાન્ડ બની ગઇ છે. જો ખુદ સંગીત પ્રેમીઓ જ તેને જાકારો આપે તો તેના પર બ્રેક લાગી શકે.
અમાલ મલીકે વધુમાં ઉમેર્યુ હતું કે મારા મતે હાલ બોલીવુડમાં અરજીતસિંહ સૌથી શ્રેષ્ઠ મેઇલ સીંગલ છે. આ ઉપરાંત દર્શન રાવલ અને અરમાન મલિક પણ સારા કલાકારો છે. જયારે ફિમેઇલ સીંગલમાં શ્રેયા ધોષાયના તોલે કોઇ આવી શકે તેમ નથી તેઓ લત્તા મંગેશકરના કાર્બન કોપી હોય તેવું લાગે છે.
પત્રકાર પરિષદમા મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉ5સ્થિત રહ્યા હતા.