કાલે સવારે પાવાગઢમાં માઁ કાળીના દર્શન કરશે: વડોદરામાં ર1 હજાર કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ ખાતમુહુર્ત: પીએમ માતૃશકિત અને આદિ જાતિ પોષણ સુધા યોજનાને કરશે લોન્ચ
વડાપ્રકાન નરેન્દ્રભાઇ મોદી આજથી ફરી બે દિવસ માટે માદરે વતન ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આજે રાત્રિ રોકાણ પીએમ ગાંધીનગર સ્થિત રાજભવન માં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે તેઓના હસ્તે વડોદરામાં ર1 હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે આવતીકાલે તેઓ પાવાગઢમાં માઁ મહાકાળીના દર્શન કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આજે સાંજે 7.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે શનિવારે સવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરશે અને વિવિધ પ્રકલ્પોનું ઉદધાટન કરી ત્યાં વિરાસત વનની મુલાકાત લેશે દરમિયાન બપોરે 12.30 કલાકે વડોદરા ખાતે મહાસંમેલનને સંબોધશે.
વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી 16 હજાર કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલ્વે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં સમર્પિત ફ્રેટ કોરિડોરના 357 કિલોમીટર લાંબા ન્યૂ પાલનપુર – મદાર વિભાગના રાષ્ટ્રને સમર્પણનો સમાવેશ થાય છે; 166 કિમી લાંબા અમદાવાદ-બોટાદ વિભાગનું ગેજ ક્ધવર્ઝન; 81 કિમી લાંબા પાલનપુર – મીઠા સેક્શનનું વિદ્યુતીકરણ. પ્રધાનમંત્રી સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના પુન:વિકાસનો શિલાન્યાસ પણ કરશે, સાથે રેલવે ક્ષેત્રમાં અન્ય પહેલનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેઓ પ્રદેશમાં કનેક્ટિવિટી પણ સુધારશે અને મુસાફરોની સુવિધાઓ વધારશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ 1.38 લાખ મકાનો પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં આશરે રૂ. 1,800 કરોડના મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,530 કરોડથી વધુની કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 310 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ 3000 ઘરોના ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ ખાતે રૂ. 680 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં રહેવાની સરળતા વધારવાનો છે.
મઘ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રૂ. ર1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરશે રેલવેના 16369 કરોડના કામનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે. 118 કરોડના ખર્ચે તમામ આદિ જાતિ તાલુકાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રમાં એક વખત સંપૂર્ણ ભોજન આપતી પોષણ સુધા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. રેલવેનાં 10749 કરોડના પ જુદા જુદા પ્રોજેકટનું લોકાર્પણ અને 5620 કરોડના 13 અલગ અલગ પ્રોજેકટનું ભૂમિ પુજન કરવામાં આવશે.આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે 100 એકરમાં 743 કરોડના ખર્ચે વિવિધ વિષયોના ભણતર માટે આધુનિક સુવિધાઓથી સજજ પ એકેડેમીક બ્લોકનું શિલાન્યાસ કરાશે.આ એકેડેમીક કોલેજમાં રપ00 જેટલો વિદ્યાર્થીઓને એજયુકેશન માટે સ્ટેટ ઓફ ધ એન્વાયરમેન્ટનું વાતાવરણ આ ઉપરાંત 811 કરોડના ખર્ચ પ્રથમવાર સગર્ભા મહિલા અને પ્રથમ બાળકની માતાને 1000 દિવસ સુધી ર કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લીટર ખાદ્યતેલનું વિનામૂલ્યે વિતરણ કરતી મુખ્યમંત્રી માતૃશકિત યોજના, વર્ષ 2024 સુધીમાં ‘સૌને ઘર’ જેવી વડાપ્રધાનની સંકલ્પનાને ચરિતાર્થ કરવા રૂ. 3300 કરોડના ખર્ચ બનેલા અથવા વનનારા 1 લાખ ગ્રામીણ અને 41 હજાર શહેરી આવાસનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.
જયારે પાવાગઢમાં 60 કરોડ ખર્ચે બનેલા નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખરે ઘ્વજારોહણ, માર્ગ પહોળો કરવાનું મંદિર પરિસદનું વિસ્તૃત કરણ તેમજ પ્રવાસીઓની સુવિધાઓના કાર્યનું લોકાપર્ણ કરાશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હોમ સ્ટેટમાં અવર જવર વધી છે નવ દિવસના અંતરાલમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી, અલગ અલગ વિભાગના કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને સંગઠનના હોદેદારોના આંટાફેરા વઘ્યા છે.