વિઝન ૨૦-૨૦ દ્વારા તૈયારીઓનો ધમધમાટ: મહિલા સભ્યો ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે: મહાવીરનગરીમાં ઉમટશે ભાવિકોનો પ્રવાહ: મુખ્યમંત્રી ‚પાણીનું શાહી અભિવાદન
રાજકોટની સામાજિક સંસ્થા મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે ભકિતભાવપૂર્વ ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં આગામી તારીખ ૮/૪/૨૦૧૭ અને શનિવારે સાંજે ૭:૦૦ કલાકે મહાવીર નગરી બાલભવન ખાતે ભકિતસંગીત અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓના આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. તેમની માહિતી આપતા મધુરમ કલબના પ્રમુખ મિલન કોઠારી, મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને ભરતભાઈ દોશીએ જણાવ્યું હતું કે જૈન સમાજના પ્રિય એવા આવો રે આવો મહાવીર નામ લઈએ… ભકિત સંગીતમાં આ વર્ષે સુપ્રસિઘ્ધ સ્તવનકાર અંકુર શાહ (સુરત), ભાસ્કર શુકલ (રાજકોટ), નિધી ધોળકિયા (રાજકોટ) તથા મૃંદુગ વૃંદના રાસ અને તેમની ટીમ ભકિતસંગીતમાં તરબોળ થશે.
આ કાર્યક્રમમાં રાજકોટના પનોતા પુત્ર અને જૈન સમાજના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી વિશેષ ઉપસ્થિતિ રહેશે. રાજકોટના જૈન સમાજના ગૌરવ‚પી અને બી.સી.સી.આઈ.ના પૂર્વ સેક્રેટરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સુપ્રિમો અને અનેક ઈન્ટરનેશનલ ક્રિકેટ રાજકોટમાં લઈ આવવામાં જેમનો સિંહફાળો અને રાજકોટનું નામ ઈન્ટરનેશનલ લેવલે ગાજતું કર્યુ અને લોર્ડઝના ગ્રાઉન્ડ જેવું રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ક્રિકેટના સ્ટેડીયમની ભેટ આપનાર નિરંજનભાઈ શાહનું જૈન સમાજ દ્વારા અદકે‚ સન્માન યોજાશે. ભકિત સંગીતના કાર્યક્રમમાં સ્વ.હીરાબેન છોટાલાલ શાહ અને સ્વ.પિયુષભાઈ કામદાર પરિવાર તથા અનિષભાઈ વાઘર, જયેશભાઈ શાહ, છોટાલાલ રાજપાલ મહેતા પરિવાર, પરમપૂજય નયપદ્મસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હસ્તે રાજુભાઈ કેસ્ટ્રોલનો વિશેષ સહયોગ મળેલ છે.
મહાવીર જન્મ કલ્યાણકને ઉપલક્ષીને યોજાયેલ રહેલા કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવશે. જેમાં પછાત વિસ્તારના બાળકોને ફનવર્લ્ડમાં પિકનીક, વિવિધ સામાજિક સંસ્થાઓમાં કેરીના રસનું વિતરણ, ગાયને ઘાસચારો, તા.૦૭/૦૪/૨૦૧૭ને શુક્રવારે રેસકોર્ષના મેદાનમાં એનીમલ હેલ્પલાઈન અને કુમકુમ ગ્રુપના સહયોગથી પારેવાને ચણ, તુલસીના કયારાનું વિતરણ અને ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ સામાજિક પ્રવૃતિમાં સ્વ.ભાનુમતી ડી.વોરા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે કેયુર વોરા પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.
આ તમામ કાર્યક્રમની તડામાર તૈયારી અને વિઝન ૨૦-૨૦ સમગ્ર ટીમ કામે લાગી ગઈ છે. જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને દરેક ક્ષેત્રે બહેનો આગળ આવે તેવા આયોજન કરી રહ્યા છે. ત્યારે તેમાંથી પ્રેરણા લઈ મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા વિઝન ૨૦-૨૦ રચના કરવામાં આવી છે. આ પ્રકારના આયોજનમાં પુરુષોના સમાંતરમાં જૈન સમાજની મહિલાઓ પણ સક્રિય રહેશે.
મિલન કોઠારી, સી.એમ.શેઠના નેતૃત્વ હેઠળ ટીમ સક્રિય છે. પ્રફુલાબેન મહેતા, યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, અ‚ણાબેન મણીયાર, બીનાબેન વાઘર, સુલોચનાબેન ગાંધી, મિતલ વોરા, નીરાલી પારેખ, સેજલબેન અવલાણી, ખુશ્બુ ભરવાડા, નીશા દોશી, સંગીતા કોઠારી, પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, શીતલબેન મહેતા, પ્રગતિબેન શેઠ, રાશી સંઘવી, રેખાબેન શાહ, જાગૃતિબેન વોરા, રત્નાબેન કોઠારી ‘અબતક’ની મુલાકાત આવ્યા હતા.
ભરતભાઈ દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, રાજેશ સંઘવી, જેનીશ અજમેરા, અખીલ શાહ, અતુલ સંઘવી, તુષાર ધ્રુવ, મૃનાલ અવલાણી, જય કામદાર, નૈમિષ પુનાતર, રજત સંઘવી, વિશેષ કામદાર, ‚ષભ શેઠ, રાજેશ વિરાણી, તુષાર ધ્રુવ, વિપુલ મહેતા, કૃણાલ મહેતા, અતુલ શાહ, મનિષ દોશી, હિમાંશુ ખજુરીયા, ચંદ્રેશ કોઠારી, સચિન વોરા, ભાવેશ પારેખ, જતીન સંઘાણી, કેતન વખારીયા, હિમાંશુ પારેખ, મિલન મહેતા, જયદત સંઘાણી, નેવિધ પારેખ, હર્ષિલ શાહ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે.