- લસકાણા વિસ્તારમાંથી ઝોલાછાપ ડોકટરની ધરપકડ
- મોહિતો સંતોષ ચિંતપત્રો નામના ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ
- લક્ષ્મી ક્લિનિકના નામે ચલાવતો હતો દવાખાનું
સુરતના લસકાણા વિસ્તારમાં ઝોલાછાપ ડોકટરની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનાં આરોપી મહીતોષ સંતોષ ચિંતપત્રો નામના ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરવામા આવી હતી. આરોપી લસકાણા વિસ્તારમાં ઝોલાછાપ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો. આ દરમિયાન ઝોન 1 LCB ટીમ દ્વારા બોગસ ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાંથી વધુ એક વખત ઝોલાછાપ ડોકટર ઝડપાયો છે. લસકાણા વિસ્તારમાંથી ઝોન-1 LCB પોલીસની ટીમે બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ માત્ર ધો.10 પાસ કર્યું છે અને તે છેલ્લા 10 વર્ષથી ડોકટરની પ્રેક્ટીસ કરતો હતો.
મળતી માહિતી મુજબ સુરતમાં લસકાણા ગામ લક્ષ્મીપાર્ક સોસાયટી સદભાવના શાળાની પાસે આવેલા શ્રી લક્ષ્મી કલીનીકમાં ઝોન-1 LCB પોલીસની ટીમે રેડ કરી હતી. જ્યાંથી બોગસ તબીબ મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેની પાસે કોઈ પણ જાતની ડીગ્રી ધરાવતો ન હતો તેમ છતાં મેડીકલ પ્રેક્ટીસ કરતો હતો અને તે માત્ર ધો.10 પાસ ભણેલો છે. અને તે છેલ્લા 10 વર્ષથી ડોકટરી પ્રેક્ટીસ કરતો હતો. આ ઉપરાંત પોલીસે તેના દવાખાનામાંથી મેડીકલ સમાન તથા દવાઓનો જથ્થો મળી કુલ 96,794 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
બાતમીના આધારે બોગસ ડોક્ટર પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી બોગસ ડોક્ટર મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો. તે મૂળ પશ્ચિમબંગાળનો વતની છે. તે પહેલા પશ્ચિમ બંગાળમાં 3 વર્ષથી પ્રેક્ટીસ કરતો હતો. છેલ્લા 10 વર્ષથી સુરતમાં પ્રેક્ટીસ કરે છે. તેની પાસે કોઈ ડીગ્રી નથી તે માત્ર ધો.10 પાસ છે. તે દાવો કરતો હતો કે, તે ફીઝીશીયન છે, સર્જન છે, ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ છે. ગાયનોકોલોજીસ્ટ છે અને સારી બીમારીનો ઈલાજ તે કરે છે. હાલ તેની સામે બીએનએસની કલમ જેમાં મનુષ્યની જિંદગી જોખમમાં નાખવા અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.