શિયાળો એટલે સ્વાસ્થ્યની સીઝન, મોર્નિંગ વોક, એકસરસાઈઝ, યોગા, સાયકલીંગ બધુ જ આ સીઝનમાં કરી લો
શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુમાંની સૌથી શ્રેષ્ઠ ઋતુ એ છે શિયાળો એટલે કે વસંતઋતુ. આ ઋતુમાં સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે એટલું જ નહીં શિયાળાની ઋતુમાં ખોરાક પણ એટલો સારો લેવામાં આવે છે ત્યારે સૌથી મહત્વની બાબત એ કે શિયાળો એટલે સ્ફૂર્તિદાયકની ઋતુ. સાથે સાથે શિયાળાની શરૂ થતી ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક, એકસરસાઈઝ, યોગા અને સાઈકલિંગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની બાબત છે.ત્યારે રાજકોટ શહેરની શાન કહેવાય એ માર્ગ એટલે રેસકોર્સ રીંગ રોડ ત્યારે વહેલી સવારે યંગસ્ટર્સથી લઈ સિનિયર સિટીઝન છેલ્લા ઘણા વર્ષોથી મોર્નિંગ વોક કરે છે અને એ કરવાથી તેઓનું સ્વાસ્થ્ય એકદમ ફીટ રહે છે સાથે સાથે રોજનું ૫ થી ૭ કિલોમીટર ચાલવાથી એક પણ રોગ શરીરમાં પ્રવેશતા નથી એમ કહી શકાય કે શિયાળાની સવારમાં કરવામાં આવતી તમામ એકિટવીટી એટલે કે સાઈકલિંગ, મોર્નિંગ વોક, એકસરસાઈઝ અને યોગા આ તમામ એકટીવીટી આપણા વ્યસ્ત જીવનમાં પણ એટલી જ મહત્વની છે.મોર્નિંગ વોકમાં યંગસ્ટર અને સિનિયર સિટીઝન બધા ઉત્સાહી જોવા મળે છે. આ એક્ટિવિટી કરવાથી આખો દિવસ ખૂબ જ એનર્જીટીક રહે છે સાથે સાથે રેસકોર્સ ગાર્ડનમાં જે એકસરસાઈઝના સાધનો મુકવામાં આવેલા છે તેનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને બધા જ લોકો ખુબ જ ખુશ છે. આ રાજકોટ શહેરની શાન ગણાય છે. ત્યારે શિયાળાની આ ઋતુમાં તમામ લોકોએ આપણા સ્વાસ્થ્યને લાંબુ અને સારુ રહે એ માટે તમામ ફીટનેસ એકટીવીટી કરવી જ જોઈએ.