કોરોના વાયરસે લોકો પર એટલી અસર કરી છે કે હવે બાળકો પણ સમજી ગયા છે. થોડા દિવસો પહેલા જ એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આમાં તે ટુરિસ્ટને પ્લાસ્ટિકની લાકડી વડે પૂછે છે કે, તેમનો માસ્ક ક્યાં છે? ભારતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકોએ બેદરકારીથી હરવા-ફરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો માસ્ક પણ નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સને પણ અનુસરતા નથી. આવી સ્થિતિમાં, ધર્મશાળામાં, આ નિર્દોષ બાળકે માસ્ક વિના પ્રવાસીઓને ઠપકો આપ્યો, પછી જનતા તેના ફેન બની ગઈ. હવે પોલીસે બાળકને શોધીને તેના કામની પ્રશંસા કરી છે.
આ તસવીર પોલીસ અધિકારી હિમાંશુ મિશ્રાએ શેર કરી છે. તેણે લખ્યું, ‘આ બાળક મેકલોડગંજ, ધર્મશાળાનો એક સેલિબ્રિટિ છે, જેનો પ્રવાસીઓ એક અનોખી સ્ટાઈલમાં ‘ માસ્ક ક્યાં છે ‘એમ પૂછવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાળકનું નામ અમિત કુમાર છે જે ફક્ત 5 વર્ષનો છે. તેના માતાપિતા ફુગ્ગા વેચે છે.
અમિતનો પરિવાર મૂળ ગુજરાતના મૂળ મેકલોડગંજના દલાઈ લામા રોડ પર રેન શેલ્ટરમાં રહે છે. તેઓ અહીં ત્રણ વર્ષથી રહે છે અમિતને ચાર ભાઈઓ પણ છે. તેની પાસે પહેરવા માટે પગરખા પણ નથી. છતાં પણ તે લોકોને આવી સલાહ આપી રહ્યો છે.
તમે આ બાળકને રસ્તા પર પ્લાસ્ટિકની લાકડી લઈને ઊભો જોઈ શકો છો. તે માસ્ક વિનાના લોકોને પૂછે છે – તમારું માસ્ક ક્યાં છે? કોઈ જવાબ આપતો નથી. કેટલાક સ્મિત અને કેટલાક બાળકને અવગણીને આગળ વધે છે. પછી એક સ્ત્રી તેને કહે છે કે સારું તમે પોલીસમેન છો! અંતે, બે યુવકોએ બાળકની લાકડી છીનવી લેવાનો પ્રયાસ કર્યો. એક પણ તેને થપ્પડ મારવાનો ઈશારો કરે છે.