આજે રાજકોટ માટે ઐતિહાસિક ઘડી છે ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી રાજકોટની ધરા પર પધાર્યા છે. રાજકોટ વાસીઓ પીએમને હૃદયના ઉમળકાભેર આવકારી રહ્યા છે. રાજકોટથી જ પોતાના  જીવનની પ્રથમ ચૂંટણી લડી રાજકીય કારકીર્દીની શરૂઆત કરનાર નરેન્દ્રભાઈને રાજકોટ શહેર પ્રત્યે ખૂબજ લાગણી છે.

વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયાના ત્રણ વર્ષ બાદ તેઓ જયારે રાજકોટની પ્રથમ મૂલાકાતે આવ્યા ત્યારે પણ તેઓએ શહેરીજનોની નતમસ્તક માફી માંગી હતી. નરેન્દ્રભાઈ મોદી પર રાજકોટનું બહુ મોટુ ઋણ રહેલું છે જોકે સામા પક્ષે તેઓએ પણ ઋણ ચૂકવવામાં કયારેય પાછીપાની કરી નથી. રાજકોટ શહેરને ગુજરાતની પ્રથમ એઈમ્સની ફાળવણી  આ ઘટનાનું જીવંત ઉદાહરણ છે. સ્માર્ટ સિટી તરીકે રાજકોટની પસંદગી શહેરના માત્ર છ શહેરોમાં નવી ટેકનોલોજીની મદદથી આવાસ યોજનાના નિર્માણમાં પણ રાજકોટને સ્થાન આ બધી બાબત સાબિત કરે છે કે મોદીના હૈયે પણ રાજકોટનું હિત ભારોભાર વસેલું છે.

નરેન્દ્રભાઈ મોદી સતત રાજકોટના વિકાસની ચિંતા કરતા રહે છે. આજે ચાર વર્ષ બાદ રાજકોટની ધરતી પર પધારેલા નરેન્દ્રભાઈને શહેરીજનોએ હૈયાના ઉમળકાથી આવકાર્યા હતા. ભારતના અર્થતંત્રને મજબૂત કરવા અને  આતંકવાદીઓના સફાયા માટે તેઓ દ્વારા  લેવામાં  આવલેા પ્રયાસોની સર્વત્ર સરાહના થઈ રહી છે. નરેન્દ્રભાઈ સતત વિકાસ પથ પર  આગળ વધતા રહે અને ર્માં ભારતીને   પરમ વૈભવના શીખરો  પર પહોચાડે તેવી શૂભકામના રાજકોટવાસીઓ પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.