લવની લવ સ્ટોરીસ તારીખ ૩૧મી જાન્યારીએ ૨૦૨૦ના રોજ થશે રીલીસ અને તેનું પહેલું ટીસર લોન્ચ થયું છે. તારીખ: ૧૧ ડીસેમ્બરના રોજ અને લોકો ખોવાયા ફરી પ્રેમમાં…
દરેક ગુજરાતી માટે તેની માતૃભાષામાં વાત કરવી એકદમ સરળ લાગે છે. ત્યારે આજ રોજિંદા જીવનની દરેક વ્યક્તિની વાતો હવે આપણે સૌ મોટા પડદા પર જોતાં થઈ ગયા છીયે. તો આજ રીતથી આજના સમયમાં દરેક ગુજરાતી ફિલ્મો ગુજરાતી અને વ્યક્તિના દિલ જીતતી બની ગયી છે.
તો આવીજ એક અનોખી ગુજરાતી ફિલ્મ તમારા નવા વર્ષને અવશ્ય બનાવશે ખાસ. જેનું નામ “લવની લવ સ્ટોરીસ” છે. જેનું ટીસર હાલમાં જ લોન્ચ થયું છે.આ ફિલ્મના નિર્દેશક અને લેખક દુર્ગેશ તન્ના જેની આગવ પણ એક કોમેડીથી ભરપૂર ફિલ્મ રજૂ થઈ હતી જેનું નામ હતું “છક્કા છૂટી જશે”. લવની લવ સ્ટોરીસના નિર્માતા મનિષ અંદાણી અને કરીમ મિનસારીય છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ કાલકારો પોતાનો અભિનય કર્યો છે જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, દિક્ષા જોષી,વ્યોમાં નન્દી, હાર્દિક સંઘાણી જેવા અનેક બીજા કલાકારો જોવા મળશે. આ ટીસરમાં દિક્ષા જોષીનો અવાજમાં પ્રેમની વાતો અને અંતે પ્રતિક ગાંધી દ્વારા બોલાતું એક વાક્ય “ચાલ મારી લવ સ્ટોરી સંભાળ” અવશ્ય તમને તમારી લવ સ્ટોરી સાથે જોડી અને આ ફિલ્મ જોવા ખેચી જશે.
લવની લવ સ્ટોરીસનું ટીસર ખૂબ રસપ્રદ છે. જેમાં ક્યાય તેના પુરુષ કલાકારોના ફેસ રિવિલ નથી થતાં ખાલી પ્રેમ થતાંની અનુભૂતિ દરેકને સ્ત્રી અને પુરુષ કેવી થાય છે તે જોવા મળે છે. ત્યારે દરેક વ્યક્તિમાં શું પરીવર્તન આવે છે ? આ પ્રેમની સાથે તેવું જોવા મળે છે. જેમાં ક્યારેક વ્યક્તિ લથડિયા ખાતો જાય છે, તો ક્યારેક ગોથા ખાતો જાય છે, ક્યારેક ઉધો ચાલવા માંડે તો ક્યારેક તે પોતાની જાતને પ્રેમની અનુભૂતિ થતાં ક્યાં લઈ જાય તે પોતાને પણ ખબર નથી રહેતી આ બધી પ્રેમની વાતો આવીજ કઈક પ્રેમની વાતો અને અનુભૂતિ આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. સાથે આ ફિલ્મના ટીસરનું મ્યુઝીક અને ગીતો કેટલાં જોરદાર હશે તે આ ફિલ્મના ટીસર જોતાની સાથે ખબર પડી જાય અને તમને પણ પ્રેમની અનુભૂતિ અવશ્ય થઈ જશે. તો કેવી હશે આ પ્રેમ વિષેની અનોખી ગુજરાતી ફિલ્મ અવશ્ય જોવા જાજો. તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ તમારા નજીકના સિનેમા ઘરોમાં.