ઇટાલિયન ઢોકળા પીઝા
સામગ્રી :
-250 ગ્રામ સોજી અથવા ઢોકળા કે ઈડલી નો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-દહીં
-ગરમ હૂફળું પાણી 1 ગ્લાસ
પીઝા ટોપિંગ માટે :
-1 ઝીણું સમારેલું કેપ્સીકમ
-1 ઝીણી સમારેલી ડુંગળી
-1 વાટકી મકાઈના દાણા
-100 ગ્રામ ચીઝ
-2 ચમચી ઓરેગાનો
-2 ચમચી ચીલી ફ્લેક્સ
-2 ઝીણા સમારેલા ટામેટા
-ટોમેટો સોસ
-પીઝા સોસ
-1 ચમચી કાશ્મીરી લાલ મરચું
-હળદર
-ધાણાજીરૂ
-તેલ
રીત :
ઢોકળાના લોટને દહી નાખી ગરમ હૂંફાળા પાણીથી પલાળીને બે કલાક પલળવા દો. સોજીને 2 કલાક પલાળી ને પછી મીઠું અને ખાવાનો સોડા નાખી બરાબર હલાવી ઢોકળીયામાં પાણી મૂકી ડિશ માં તેલ લગાવી આ ઢોકળા નુ ખીરુ પાથરીને 20 મિનિટ માટે ઢોકળીયામાં ચડવા દો.
એક પેનમા ઓલિવ ઓઇલ નાખી મકાઈના દાણા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ નાખીને અધકચરા સાંતળો તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરું પીઝા મસાલો, પીઝા સોસ નાખી હલાવી શાક અધકચરું જ ચડવવું. એક નોનસ્ટિક પેનમાં ઢોકળાંની થાળીમાંથી ઢોકળાનો આખો રોટલો કાઢી થોડુંક ઓલિવ ઓઈલ નાખી ઢોકળાનો રોટલો ધીમા તાપે શેકો. રોટલા પર પીઝા સોસનુ લયેર કરો.
પીઝાના રોટલા પર પીઝા સોસનુ લેયર કર્યા પછી બનાવેલું ટોપિંગ પાથરો. ત્યારબાદ ચીઝ છીણીને પીઝા પર ગોળ ફરતે પાથરો. છેલ્લે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો રોટલા પર પાથરો અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ પીઝા શેકાવા દો. તો બસ ઇટાલિયન ઢોકળા પીઝા બની ને રેડી થઈ ગયા છે.