વર્ષ ૨૦૧૭માં ૩૮ શંકાસ્પદ કેસ, ૧૧ પોઝીટીવ, પાંચના મોત: સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૬૪ બેડ અને ૧૨ વેન્ટીલેટર ગોઠવી દેવાયા: શરદી, ગળામાં બળતરા થાય તો સ્વાઈનફલુ રિપોર્ટ કરાવી લેવા તંત્રનો અનુરોધ

છેલ્લા ઘણા સમયથી શહેરમાં સ્વાઈનફલુ (એચવન એનવન) નો પ્રકોપથી લોકો ભયભીત થયા છે. શરૂઆતના સમયમાં સ્વાઈન ફલુ શિયાળામાં જ દેખાતો હતો પરંતુ આ વખતે શિયાળામાં દેખાતા સ્વાઈનફલુએ બધી જ ઋતુમાં તેની અસર લોકો પર જોવા મળી રહી છે. વર્ષની શ‚આતથી જ કેસ નોંધાવાનું શરૂ થઈ ગયા હતા પરંતુ જયારે વર્ષના મધ્યમાં સ્વાઈનફલુના કેસમાં વધારો થતા વહિવટી તંત્રએ જંગી ધોરણે સ્વાઈનફલુ પર કામ કર્યું છે. તેમજ લોકોને સ્વાઈનફલુ માટે તાકિદ કરવા લાગ્યું છે.

કલેકટર કચેરીમાં આરોગ્ય તંત્ર અને જિલ્લા તંત્રની સંયુકત પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તેમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ૩૮ સેમ્પલ શંકાસ્પદ જણાતા દર્દીઓમાં લેવાયા હતા અને તેમાંથી ૧૧ પોઝીટીવ જાહેર થયા હતા અને આ દર્દીઓ પૈકી પાંચના મોત થયા છે. તેમજ રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાં પણ સ્વાઈન ફલુએ પોતાનો ધાક જમાવ્યો છે. પત્રકાર પરિષદમાં વિગતો આપ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ૪ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧નું મૃત્યુ થયુ હતું. તેમજ અમરેલી જિલ્લામાંથી ૧ કેસ નોંધાયો હતો. જેમાં ૧નું મૃત્યુ નિપજયું હતું.

રાજકોટ શહેરમાં (ઈન્ફ લુએન્ઝા એચવન એનવન) સ્વાઈન ફલુની સારવાર આપવા માટે ૧૧ ખાનગી હોસ્પિટલમાં ૪૮ પથારી હતી. જે હવે વધારાની બેડ કેપેસીટી ૩૪ કરવામાં આવી છે. તેમજ ૨૮ વેન્ટીલેટર પણ કાર્યરત છે. સંપૂર્ણપણે મેડિસીન તથા અન્ય સાધન સામગ્રીઓની પુરતી સુવિધાઓ કરવામાં આવી છે. તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલમાં પીડીયુ અને પીકેજીની કુલ ૬૪ પથારી અને તેમજ ૧૨ વેન્ટીલેટરની સુવિધાઓ છે. તેમજ દર્દીઓ માટે સારવાર દરમ્યાન સાધન સામગ્રી અને દવાઓની સુવિધાઓ પણ છે.

તેમજ સ્વાઈનફલુની લેબોરેટરીની તપાસ પણ પીડીયુ મેડિકલ કોલેજમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો લાભ લઈ શકે. સેફટી મેર્સમાં લોકોને ભીડભાડવાળી જગ્યાથી દુર રહેવા દિવસમાં વારંવાર હાથ ધોવાનું જણાવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેમી ફુલ ટેબ્લેટનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમજ સ્વાઈનફલુ વિરોધી રસી પણ મુકી શકાય છે. તેમજ બી કેટેગરીના ગંભીર દર્દીઓને ટેબ ઓસેલ્ટામિવીર (ટેમીફલુ) પણ ડોકટરોની સલાહ અનુસાર આપવામાં આવશે. તેવી અધિક કલેકટર હર્ષદ વોરા, આસીસ્ટન્ટ કલેકટર પ્રભાવ જોશી, ડો.‚પલબેન મહેતા વિગેરેએ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.