બાળકોથી માંડી યુવાધને કલાના કામણ પાથર્યા: યુવાનો દ્વારા પ્રાચીન રાસ,ગરબા,સાંસ્ક્રુતિક રાસનું વિશેષ પ્રદર્શન, અલગ-અલગ ચાર વય જૂથે ભાગ લીધો
અબતક,રાજકોટ
રાજકોટ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર તેમજ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ 2021 નું આયોજન હેમુ ગઢવી હોલ ના બંને થિયેટર અને બાલ ભવન ખાતે કરાયું હતું આ તકે અલગ-અલગ ચાર વય જૂથમાં આયોજન કરવામાં આવ્યું હતું.
માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં શિક્ષકોએ પણ આ કલા મહાકુંભ માં ભાગ લીધો છે ત્યારે શાળા નંબર 66 ના આચાર્ય નીલમ પરમાર દ્વારા આ પુસ્તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો દ્વારા આ કલા મહાકુંભ માં ત્રણ વરસથી ભાગ લેવા ય છે આ કલા મહાકુંભ અમને ખૂબ જ ગમે છે અમારા ઉત્સાહમાં પણ વધારો કરે છે અને અમારી એજ લિમિટ પણ ભૂલી ગયા છીએ.
એમ એન વિરાણી સ્કૂલના વિદ્યાર્થી દ્વારા વિશેષ પ્રાચીન રાસ રજુ કરાયો ત્યારે કમાણી દ્રષ્ટિ દ્વારા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેઓને જે તક આપવામાં આવી છે તેના માટે તેઓ સરકાર અને તેની શાળાના ખુબ આભારી છે અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ વિજેતા બની આગળ વધવા ઈચ્છે છે
2016-17 થી કલા મહાકુંભનું આયોજન: ધર્મરાજસિંહ વાઘેલા
રાજકોટના જિલ્લા વિકાસ યુવા અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ આ કલા મહાકુંભ 2021 વિશે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું, કે રાજકોટ ખાતે બે દિવસીય શહેર કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું છે ત્યારે ત્યારે બે દિવસ દરમિયાન અલગ-અલગ 17 ઇવેન્ટનું આયોજન કરાયું છે આ કલા મહાકુંભ નું ત્રણ સ્થળો પર આયોજન કરાયું છે 800થી વધુ યુથએ આ કલા મહાકુંભ ની અંદર ભાગ લીધો છે રાજ્ય સરકાર દ્વારા યુવા વર્ગ માં રહેલી કલા બહાર આવી શકે તે અર્થે આ વિશેષ આયોજન કરાયું છે 2016 17 થી કલા મહાકુંભ નું આયોજન કરાય છે ત્યારે નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરી વિજેતા જાહેર કરાઈ છે.