દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે. દિવાળી પર ગરીબોથી લઈ ને અમીરો બધાના ઘરો દીવા અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવે છે. આ દિવસે બધાના ઘરના આંગણે રંગોળી કરવામાં આવે છે પરંતુ શું આપણે જાણીએ છીએ શા માટે રંગોળી કરવામાં આવે છે? દિવાળી પર રંગોળી કરવાનું મહત્વ કઈક ખાસ જ છે તો ચાલો જાણીએ શા માટે રંગોળી કરવામાં આવે છે અને તેના ફાયદા શું છે…
કહેવાઈ છે કે ઘરના આંગળે રંગોળી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમાં પણ દિવાળી પર રંગોળી કરવાથી તેનું મહત્વ વધી જાઈ છે. આજ કારણ છે કે દિવાળીથી લઈને દશેરા સુધી ઘરના આંગણે રંગોળી કરવામાં આવે છે.તેના કેટલાક ફાયદા પણ છે તો ચાલો જાણીએ તેના કેટલાક ફાયદા…
૧) રંગોળી બનાવીએ પણ એક કળા છે રંગોળી બનવાનો પહેલો ફાયદો એ છે કે તમે તેને બનવામાં ધીરજ અનુભવી શકાઈ છે અને આ પ્રક્રિયા તમને તણાવથી દૂર રાખે છે.
૨) રંગોળી બનાવતી વખતે તમારી આંગળી અને અંગૂઠા મળીને જ્ઞાનમૂદ્ર બનાવે છે, જે તમારા મગજને ઉત્સાહી અને સક્રિય બનાવે છે.
૩) એક્યુપ્રેશરના દ્ર્શ્તિકોણથી પણ આ મુદ્રા તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક છે. આ તમને ઉચ્ચ બ્લડપ્ર્રેશરથી બચાવ કરે છે અને માનસિક અને આત્મિક રીતે શાંતિ આપે છે.
૪) રંગોની સકારાત્મક અને નકારાત્મક અસર વિજ્ઞાન અને વિવિધ તબીબી પદ્ધતિઓ માનવામાં આવે છે. જ્યારે તમે રંગોના સંપર્કમાં આવો છો, તો આમાંથી ઉત્સર્જિત શક્તિ પર અસર થાય છે, જેનાથી અનેક પ્રકારના માનસિક અને શારીરિક સમસ્યાઓનો નિકાલ થાય છે.
૫) વિવિધ રંગો અને ફૂલો દ્વારા બનેલી રંગોળી તમારા ઘર અને પર્યાવરણમાં હકારાત્મક ઉર્જા આપે છે જેનાથી મન ખુશ થાય છે