પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. આ ઉજવણીને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ વર્તાય રહ્યો છે. બીજી બાજુ આ રાષ્ટ્રીય પર્વ નિમિતે તમામ સરકાર કચેરીઓને સોળે શરગારથી સજાવવામાં આવી છે. સરકારી કચેરીઓમાં અદ્ભૂત લાઈટીંગથી અનોખો માહોલ રચાયો છે. શહેરમાં આવેલી કલેકટર કચેરી, પોલીસ કમિશ્નર કચેરી, બહુમાળી ભવન, સર્કિટ હાઉસ, રૂડા, સીટી સર્વે ભવન, તાલુકા પંચાયત, આયકર ભવન, સહિતની કચેરીઓમાં રોશનીની ઝાકમઝોળ જોવા લોકો પોતાના વાહનને થોભાવીને ઉભા રહી જાય છે. આ ઉપરાંત શહેરનાં મુખ્ય સર્કલો તેમજ મુખ્ય રોડ ઉપર પણ આહલાદક રોશનીથી દીપી ઉઠ્યા છે. આમ પ્રજાસતાક પર્વએ જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો છે.
રંગીલુ રાજકોટ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રોશનીથી ઝગમગ્યું!!!
Previous Articleસરકાર બજેટ બહારના ૧૫ લાખ કરોડ ખર્ચી બજારને ધમધમતી કરશે
Next Article સંકલનના અભાવે લાલપરી બોટીંગમાં ઝાંખપ લાગી!