રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં યોજાયેલી તિરંગા યાત્રાને પ્રચંડ જનસર્મન: જનસૈલાબ ઉમટ્યો: કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઈ બાવળીયા,જયેશભાઈ રાદડીયા સહિતના અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા
બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી જ્યુબિલી સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધીની ૩ કિ.મી.ની તિરંગાયાત્રામાં ઠેર-ઠેર વિવિધ સમાજ દ્વારા સ્વાગત
‘હમ જીયેંગે ઓર મરે ગે એ વતન તેરે લીયે’, ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવા ગીતોથી વાતાવરણ ગૂંજી ઉઠયું: દેશ વિરોધી ટૂકડે-ટૂકડે ગેંગને રાજકોટવાસીઓએ આપ્યો એકતાનો સંદેશ
રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા આજે રાજકોટમાં સીએએના સમર્થનમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના આરંભ પૂર્વે જ રંગીલુ રાજકોટ રીતસર તિરંગાના રંગમાં રગાયું હતું. તિરંગા યાત્રાને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું હતું. રીતસર જન સૈલાબ ઉમટી પડ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યાત્રાને પ્રસન કરાવતાની સાથે જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઈ બાવળીયા અને જયેશભાઈ રાદડીયા સહિતના અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ત્રણ કિ.મી. સુધીની આ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં સીએએના કાયદાના સમર્થનમાં આજે રાજકોટમાં રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ કલાકે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર સભા સંબોધી તિરંગા યાત્રાનું પ્રસન કરાવ્યું હતું. યાત્રા જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ થઈ જ્યુબેલી ચોક સ્તિ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચી હતી. ત્રણ કિ.મી. સુધીની આ યાત્રામાં ઠેર-ઠેર વિવિધ સમાજના લોકો દ્વારા યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨ કિ.મી.થી વધુ લાંબા તિરંગાએ દેશને આજે એકતા અને અખંડિતતાના દર્શન કરાવ્યા હતા. મુસ્લિમ સમાજ અને વોરા સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં તિરંગાયાત્રામાં જોડાયા હતા.
રોડની બન્ને બાજુ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. ઠેર-ઠેર ઉભા કરવામાં આવેલા આવકાર સ્ટેજ પરથી દેશભક્તિના ગીતો સતત ગુંજતા માહોલ સંપૂર્ણપર્ણે દેશભક્તિમય બની ગયો હતો. કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઈ બાવળીયા અને જયેશભાઈ રાદડીયા યાત્રામાં છેક સુધી હાજર રહ્યાં હતા. રાજકોટના રાજમાર્ગો પર દેશભક્તિનો દરિયો ઘુંઘવાતો હોય તેવો ઐતિહાસિક માહોલ જોવા મળતો હતો. માસુમ બાળકી લઈ વયોવૃદ્ધ સુધીના નાગરિકો સીએએના સર્મનમાં સ્વયંભુ તિરંગાયાત્રામાં ઉમટી પડયા હતા. ચોતરફ માત્ર રાષ્ટ્રધ્વજના દર્શન જ થતાં જોવા મળ્યા હતા.
યાજ્ઞીક રોડ પર જ્યારે રાષ્ટ્રીય શાળા નજીક તિરંગા યાત્રા પહોંચી ત્યારે ‘અબતક’ પરિવાર દ્વારા આ તિરંગા યાત્રાનું ઉમળકાભેર દેશભક્તિના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આજ સુધી સીએએના સર્મનમાં યોજાયેલી યાત્રાને ઝાંખી પાડી તેવી જાજરમાન તિરંગાયાત્રા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં યોજાઈ હતી. જેને અઢારેય આલમનું જબ્બર સમર્થન પ્રાપ્ત થયું હતુ.