ગત વર્ષ કરતા ૭ ગણી મોટી સમિટમાં ૧ હજારી વધુ સ્ટોલ: ત્રિ-દિવસીય સમિટમાં ૧૦ હજારી વધુ ઉદ્યોગપતિઓ આપશે હાજરી: ૨૦૦ કરોડના પ્રાજેકટમાં સમાજના યુવાનને આવરી લેવાશે
વૈશ્ર્વિક ફલક ઉપર અનેક જ્ઞાતિઓ પોતાનું વર્ચસ્વ અને આધિપત્ય ધરાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગાંધીનગર મુકામે ગ્લોબલ પાટીદાર ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય સમીટનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. સમીટમાં વિદેશી અનેકવિધ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસીકો ઉપસ્થિત રહી ગ્લોબલ પાટીદાર બીઝનેશ મીટને સફળ બનાવવા માટે ગાંધીનગર મુકામે આવી પહોંચ્યા છે. પોતાની આગવી શૈલી અને કલા કૌશ્લયી દેશનું નામ વૈશ્ર્વિક સ્તર ઉપર કેવી રીતે આગળ લાવી શકાય છે. ત્યારે ગ્લોબલ પાટીદાર સમીટ માત્ર પાટીદાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજના ઉતન માટે ઉપયોગી સાબીત થશે. આ સમીટમાં ૧૦૦૦થી વધુ વિવિધ ડોમ રાખવામાં આવ્યા છે. જેમાં સમાજના લોકો અન્ય ઉદ્યોગોની માહિતી મેળવી શકે તેમજ તેની સાથે મળીને પોતાના ધંધાને આગળ લઈ જઈ શકે.
સમિટ માત્ર પાટીદારો માટે નહીં સમગ્ર સમાજના ઉતન માટે ઉપયોગી સાબીત થશે: મયુર સવાણી
કિરણ હોસ્પિટલના મયુરભાઈ સવાણીએ ‘અબતક’ સોની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ પાટીદાર બીઝનેશ મીટ માત્ર પાટીદારો માટે નહીં પરંતુ સમગ્ર સમાજના ઉતન માટે ઉપયોગી સાબીત થશે. આ તકે ગ્લોબલ પાટીદાર સમીટના જે યુવાનાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં પાટીદાર સમાજના યુવાનો વૈશ્ર્વિક સ્તર ઉપર પાટીદાર સમાજનું નામ રોશન કરશે. આ બિઝનેશ મીટ જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવરના હેતુથી આયોજીત છે. ત્યારે વિશ્ર્વભરમાંથી લોકોનો જે જમાવડો થઈ રહ્યો છે તે કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
સમાજને એક તાંતણે બાંધવાનો ઉત્તમ પ્રયાસ: અમે.એ.પટેલ
કુર્મી સમાજના પ્રદેશ અધ્યક્ષ એમ.એ.પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું આયોજન થયું છે. તેનાથી પટેલ સમાજને ઘણો ખરો ફાયદો પહોંચશે અને સમાજ વિશ્ર્વ ફલક ઉપર પોતાની આગવી ઓળખ પ્રસપિત કરશે. ત્યારે આ એકસ્પો માત્ર એકસ્પો નહીં પરંતુ સમાજને એક તાતણે બાંધવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના આયોજન જો સમય અંતરાલ પર કરવામાં આવે તો દેશને વિકાસ તરફ જતા કોઈ નહીં રોકી શકે.
યુવાનો વ્યવસાય શોધનાર નહીં પરંતુ ઉત્પન્ન કરનાર બને તેવો હેતુ: સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા
ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલા વર્ષ ૨૦૧૮માં પ્રથમ વાર સમિટનું આયોજન કરાયું હતું. આજના યુવાનોને શિક્ષણનું સાથે ધંધો મળે અને તેઓ વ્યવસાય શોધનાર નહિ પરંતુ વ્યવસાય ઉત્પન્ન કરનાર બને તેવા હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટના માધ્યમથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો ને એક સાથે જોડી વિચારોની આપ લે કરવામાં આવે છે અને વિચારોના માધ્યમથી વ્યવસાયમાં આદાન પ્રદાન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં જ્યારે સમિટની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ૧૦ હજાર યુવાનોને સમિટમાં જોડવાનો લક્ષ્યાંક રખાયો હતો પરંતુ ફક્ત બીજા વર્ષે જ લક્ષ્યાંક થી ઉપર ૧૨ હજાર યુવાનો સમિટ માં જોડાયા છે જે સફળતાનું વર્ણન કરે છે. આ તકે સમાજ માંથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ ફક્ત કોઈ એક સમાજની વાત નથી પરંતુ પાટીદાર સમાજના યુવાનો નેતૃત્વ લઇ અન્ય સમાજના યુવાનો માટે વ્યવસાયના સર્જક બને તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
૨૦૨૦ની સમિટ ભુતો ન ભવિષ્ય જેવી: જેન્તીભાઈ પટેલ
મેઘમણી ઓર્ગોનીક લીમીટેડના મેનેજીંગ ડિરેકટર જેન્તીભાઈ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ બીઝનિસ પાટીદાર એકસ્પોનું આયોજન પહેલા પણ યું હતું. પરંતુ ૨૦૨૦માં જે આયોજન કરવામાં આવ્યું છે તે ભુતો ન ભવિષ્ય જેવું બની રહેશે. આ આયોજની પાટીદાર સમાજમાં ઉદ્યોગ સાહસિકતા માટેની હિંમત પણ પાટીદાર યુવાનોને એકસ્પો મારફતે મળી રહેશે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવતા આ આયોજનને ખરા અર્થમાં બીરદાવવું જોઈએ અને તેને કેવી રીતે સફળ બનાવી શકાય તે દિશામાં પણ ચર્ચા-વિચારણા થવી જોઈએ.
આર્જેન્ટિનામાં ખેત ઉત્પાદનને લઈને વિપુલ તકો: કિલેશ્ર્વર વર્મા
આર્જેન્ટિના સ્થિત પાટીદાર ઉદ્યોગપતિ કિલેશ્ર્વર વર્માએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૫ વર્ષી આર્જેન્ટિનામાં સ્થાયી થયા છે અને જે રીતે ભારતવર્ષમાં પાટીદાર સમાજ દ્વારા ઉદ્યોગને ઉચ્ચસ્તર પર લઈ જવામાં આવી રહ્યો છે. તેનાક્ષ સમાજના નામમાં ઘણો ફાયદો જોવા મળ્યો છે ત્યારે અર્જેન્ટિનામાં ખેત ઉત્પાદનને લઈ ઘણા ખરા સ્કોપ રહેલા છે. જો ભારત વર્ષના પાટીદાર સમુદાયના યુવકો અને ઉદ્યોગપતિઓ અર્જેન્ટિનામાં વ્યવસાય માટે જોડાય તે ભારત દેશને ઘણો ખરો ફાયદો પહોંચશે અને દેશને વિકાસ રથ પર આરૂઢ કરાવશે.
સમિટના માધ્યમી સમાજના લોકો એકબીજાને મદદરૂપ બની ઉદ્યોગનો વ્યાપ વધારી રહ્યાં છે: લાલજી પટેલ
જીપીબીએસ અંગે લાલજી પટેલે જણાવ્યું હતું કે, સમીટના માધ્યમી પાટીદાર સમાજના યુવાનો એક તાંતણે બંધાયને ઉદ્યોગ ધંધામાં એકબીજાને સહયોગ આપી વૈશ્ર્વિકસ્તરે ઉદ્યોગનો વ્યાપ વધારી રહ્યાં છે. ત્યારે કહી શકાય કે, ઉદ્યોગ-ધંધાના વ્યાપમાં જીપીબીએસનો અનન્ય ફાળો છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમાજના ઉતન માટે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ એક મહત્વપૂર્ણ પગલું છે જેના કારણે ફકત પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજના ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વધશે.
સમિટમાં સમાજનાં યુવાનોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ અને ઉદ્યોગો વિશેની વિસ્તૃત માહિતી મળે છે: શાંતિભાઈ પટેલ
જીપીબીએસ અંગે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સીલના પ્રમુખ શાંતિભાઈ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટના આયોજન પાછળનો હેતુ એ છે કે, આજના યુવાનોને તેમના ઉદ્યોગ ધંધાને લગતી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે અને તેમને આધુનિક યુગમાં ધમધોકાર ચાલી રહેલા અન્ય ઉદ્યોગ વિશેની પણ જાણકારી મળે તેના માટે જીપીબીએસ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, જ્યારે પાટીદાર સમાજની બિઝનેશ સમીટ યોજાઈ રહ્યું હોય ત્યારે તમામ પાટીદારો ગર્વસો કહી શકે કે, હું પણ પાટીદાર છું અને ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમીટના માધ્યમી તમામ સમાજના યુવાનોને ઉદ્યોગ-ધંધાને લગતી માહિતી તેમજ સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહે છે. ઉપરાંત તેમણે જેમ્સ એન્ડ જવેલરી એસો. વિશે જણાવતા કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ ૧૫ ટકા હુંડીયામણ લાવનાર આ ઉદ્યોગમાં વિપુલ માત્રામાં તકો પડેલી છે. જેનો લાભ લેવા માટે ફકત સરકારની યોજનામાં ભંડોળની ફાળવણી વી જરૂરી છે. જેના માટે જેમ્સ એન્ડ જવેલરી એસો.એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે. તેમજ તેમને વિશ્ર્વાસ છે કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર જેમ્સ એન્ડ જવેલરી એસો. માટે નવી યોજનાઓની જાહેરાત કરશે.
સમિટ પાટીદાર સમાજ માટે ઘણી મહત્વપૂર્ણ: ગોવિંદભાઈ ધોળકીયા
ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એકસ્પો પાટીદાર સમાજ માટે અત્યંત ઉપયોગી બની રહેશે અને પાટીદાર સમાજમાં રહેલી ઉર્જા અને ઉદ્યોગ સાહસ માટેની જે વૃતિ જોવા મળી રહી છે તેનાથી સમાજને ઘણો ફાયદો પણ પહોંચશે ત્યારે સરદારધામ દ્વારા આયોજિત બિઝનેસ એકસ્પો અને બિઝનેસ મીટ અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહેશે. આવનારા ત્રણ દિવસ પાટીદાર સમાજ માટે ઉપયોગી બનશે
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ વૈશ્ર્વિક સ્તરે છવાય: ધનંજયસિંઘ વર્મા
ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ અંગે ચંદીગઢી ખાસ પધારેલા ધનંજયસિંઘ વર્માએ જણાવ્યું હતું કે, હું પણ પાટીદાર સમાજમાંથી આવું છું અને જ્યારે પાટીદાર સમાજના બિજનેશ સમીટ જોવા મળે છે ત્યારે મનમાં પાટીદાર હોવાનો ગર્વ અમે લઈ શકીએ છીએ. આ તકે તેમણે કહ્યું હતું કે, યુવાન ઉદ્યોગ સાહસીકો માટે તેમના વ્યવસાયનો વ્યાપ વધારવા આ એક આવકારદાયક પગલું છે. જેના મારફતે યુવાન ઉદ્યોગ સાહસીકો એકબીજા સો મળીને ઉદ્યોગ-ધંધાને લગતા વિચારોનું આદાન-પ્રદાન કરી શકે છે. તેમજ તેમના ઉદ્યોગનો વ્યાપ વધારવા ક્યાં પ્રકારના પગલા લેવા તેનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. જેથી ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ વૈશ્ર્વિક સ્તરે છવાઈ રહ્યું છે અને સમાજ ઉતન માટે પણ આ સમીટ સર્વ શ્રેષ્ઠ પગલુ કહી શકાય.