પતંગરસીયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને

ધાબા પર ઉંધીયું, ચીકી અને તલના લાડુની મહેફીલો જામશે

મકરસંક્રાંતિએ દાન, પુણ્યનો અનેરો મહિમા હોવાથી સમાજસેવાઓ ઉદાર હાથે દાનની સરવાણી વહાવશે

આવતીકાલે મકરસંક્રાંતિનો પર્વ છે પતંગ રસીયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને હશે. વહેલી સવારથી જ ધાબાઓ પર જઇને લોકો પતંગ  ચગાવતા જોવા મળશે. ધાબાઓ પર ચીકી, તલના લાડુ અને ઉધીયાની મહેફીલો થશે.

એવું કહેવાય છે કે ગુજરાતીઓ ઉત્સવપ્રિય હોય છે. કોઇપણ તહેવાર હોય ઉત્સાહ ભેર ઉજવવામાં સૌથી આગળ હોય છે તેમાં પણ મકરસંક્રાંતિ તો ઘરનો તહેવાય છે. તેમાં થોડી કચાશ રાખે.

મકરસંક્રાંતિના પર્વને હવે થોડી કલાકો બાકી રહી છે. ત્યારે પતંગ રસીયાઓનો ઉત્સાહ તો સાતમાં આસમાને હશે. આજે રાત્રે જ પતંગના કાના બાંધી પતંગબાજો સજજ થઇ જશે.

છેલ્લા બે દિવસથી પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમા પણ પતંગની મુખ્ય બજાર ગણતા એવી રાજકોટની સદર બજારમાં તો છેલ્લા બે દિવસથી રાત્રે મેળા જેવો માહોલ સર્જાય છે. વધુમાં આજે રાત્રે તો આ બજારમાં માનવ મહેરામણ ઉમટી પડશે.

મકરસંક્રાંતિએ દાન, પુનનો અનેરો મહિમા છે. આ દિવસે સમાજ સેવીઓ દાન કરે છે. ખાસ કરીને ગૌ માતાને લીલુ આપે છે. વધુમાં જરુરીયાત મંદોને મકરસંક્રાંતિના પર્વે ચીકી, તલના લાડુ મમરાના લાડુ પણ અર્પણ કરે છે.

મકરસંક્રાંતિએ પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘવાય છે. ત્યારે તેની સારવાર માટે ઠેર ઠેર એનીમલ હેલ્પલાઇનના કંટ્રોલરુમ ઉભા કરાયા છે.

ઉતરાયણે જીવદયા પ્રેમીઓની ટીમ પક્ષીઓની સારવાર માટે ખડેપગે રહેશે.

પતંગ રસીયાઓ ઉત્સાહમાં હોવાથી સાવચેતીના અભાવે અનઇચ્છનીસય બનાવો પણ બને છે.

ઉતરાયણે પતંગ ચગાવતી વેળાએ સાવચેતી રાખવી પણ અનિવાર્ય છે. પતંગ મેળવવાની લ્હાયમાં ઘણી વખત વીજ વાયર સાથે છેડછાડ કરવામાં આવે છે. આવા સમયે શોટસર્કિટ થવાનો ભય પણ રહે છે. આ મામલે પીજીવીસીએલે પતંગ માટે પતંગરસીયાઓએ જીવ જોખમમાં ન મુકવા ખાસ અનુરોધ કર્યો છે.

પતંગ ઉડાડતી વેળાએ શું કરવું શું ન કરવું

શું કરવું જોઇએ ?

(૧) પતંગ ચગાવતા પહેલા આંગળીઓ નેમેડીકેટેડ ટેપ લગાવી જોઇએ.

(ર) બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવી જોઇએ

(૩) વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું જોઇએ.

(૪) જો કોઇને કંઇ ઇજા થાય તો ૧૦૮ નંબર ડાયલ કરવો

(પ) અગાસીમાં ફસ્ટ એઇડ કીટ અવશ્ય રાખવી

શું ના કરવું જોઇએ ?

(૧) લીસી, ખરબચડી, તુટેલી અને નબળી છત કે ધાબા પર ઉભું ન રહેવું જોઇએ.

(ર) નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં

(૩) ઉંચાઇ એથી જમીન પર કુદવું ન જોઇએ.

(૪) જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઇએ.

(પ) ઇલેકટ્રીક  વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવી ન જોઇએ.

(૬) છત કે ધાબા ની પાળી પર ચઢવું ન જોઇએ

(૭) ઇલે.ના વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહીં.

કરૂણા અભિયાન: ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવા ડાયલ ૧૯૬૨ દ્વારા સારવાર

ઉત્તરાયણમાં કોઇપણ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ દ્વારા વિશેષ વ્યવસ્થા

ગુજરાતમાં ઈમરજન્સી અને ૧૦૮ નંબર બંને એકબીજાના પર્યાય બની ગયા છે, કોઇપણ મુશ્કેલીના સમયમાં આ નંબર ડાયલ કરવાી ગણત્રીની મિનીટમાં મદદ આપવામાં આવે છે.  ૧૪ અને ૧૫ના રોજ ઉતરાયણ નિમિતે ખાસ વ્યવસ ૧૦૮ ઈમરજન્સી દ્વારા કરવામાં આવી છે.

ઉતરાયણના દિવસે મોટી સખ્યામા લોકો ભેગા થાય છે અને જરા પણ થોભ્યા વિના દિવસ-રાત પતંગો ચગાવે છે. બાળકો પતગો પકડવા રસ્તા પર દોડી આવેછે, સાવચેતીના બધાજં પગલાં હોવાં છતાં દુર્ઘટના બનતી હોય છે. તો ૧૦૮ ની એક વિનતી છે કે દુર્ઘટના બાદ ભયભીત વાને બદલે તુરંત ૧૦૮ ડાયલ કરવા સંસ દ્વારા જણાવવામાં આવે છે. આ બંને દિવસો દરમ્યાન ઈમરજન્સી કેસ વધવાની શક્યતા ૩૦ ટકાી વધુ રહેલી હોવાી ૧૦૮ અને તેનો સ્ટાફ ખાસ તૈયારી સો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

કરુણા અભિયાન અંતર્ગત હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ સુરત, બરોડા, ભાવનગર, બનાસકાંઠામાં મૂંગા પશુ-પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ નંબર પર ઈમરજન્સી સેવા પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવી છે. જેમાં ૧૧ જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ ઉમેરવામાં આવશે.

અત્યાર સુધીમાં ૧૦૮ દ્વારા અત્યાર સુધીમાં ૪ લાખ ૨૧ હજાર જેટલા કેસમાં સેવા આપવામાં આવી છે, જેના કી લગભગ ૩૫ હજાર જેટલી માનવ જિંદગી બચાવવામાં આવી  છે. કરુણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૪૨૩ જેટલા મૂંગા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે જેમાં ૬૪ ટકા કેસમાં કુતરા, ૧૭ ટકા કેસમાં ગાયોને સારવાર આપવામાં આવી છે.  ૧૨ ટકા જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હોવાનું જશવતં પ્રજાપતિ, સી.ઓ.ઓ, જી.વી.કે, ઈ.એમ.આર.આઈ ગુજરાત અને રાજકોટ ખાતે ૧૦૮ સેવા સો સંકળાયેલા મેનેજર બિપિન ભેટારીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.