સુઘડતા, સ્વચ્છતા અને સાક્ષરતાના સંદેશ, ટ્રેડિશનલ ચિત્રકામ, આભલા અને પક્ષીઓના ચિત્રોથી મકાનોની દિવાલો શોભી ઉઠી
રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીની ટીમનાં સંયુકત ઉપક્રમે સ્લમ વિસ્તારમાં બ્યુટીફિકેશન કરવા ચિત્રનગરીનાં ચિત્રકાર દ્વારા ૨૦૦ થી ૨૫૦ ઘરોમાં ૧૫૦ જેટલા સ્વયંસેવકો દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા હતા. જયારે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે લોકોએ જણાવ્યું કે, આ કાર્ય જે આરએમસી દ્વારા કરવામાં આવ્યું છે તે આવકાર્ય છે. વાત કરીએ તો જીલ્લા ગાર્ડન પાસેની લલુડી વોંકળી પાસેના સ્લમ વિસ્તારમાં બ્યુટીફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રપ્તી હિંગરાચીયાએ જણાવ્યું હતું કે, આપણે ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં જઈએ તો ત્યાંના મકાનો ખડભડી ગયેલા અને વિચિત્ર મકાન હોય તો આપણે કાંઈ સારું કરી દઈએ તો સવારમાં ઉઠીને સારું ચિત્ર જોઈએ તો સારો વિચાર આવે. તેનું માઈન્ડ પણ એવું વિચારે કે આપણે સ્વચ્છતા તરફ આગળ વધવું જોઈએ. મેઈન ઉદેશ તો એ જ છે કે સ્વચ્છતા હશે તો જ સારું થશે.સ્લમ વિસ્તારમાં ચિત્ર બનાવીને ખુબ સારું લાગી રહ્યું છે અને બધાનો સપોર્ટ સારો છે. વધુમાં જણાવ્યું કે મેઈન તો સ્વચ્છતા તરફ બીજું તે લોકો જે સોસાયટીમાં રહે છે તો તેને પણ સારી વ્યવસ્થા મળી રહે તે માટે તેઓને રહેવું ગમે તેઓને કાયમી રહેવાનું છે તો તેને કાંઈક નવું જોવા મળશે તો નવો વિચાર આવશે. નાના બાળકો પણ અમારી સાથે પેઈન્ટીંગ કરે છે તો તેઓને પણ મન થાય કે અમે આગળ પણ આવું કરીએ. મેં ૫ દિવાલમાં મુંધબની સ્ટાઈલ, ફ્રિ હેન્ડ સ્ટાઈલ વગેરે જેવા ચિત્રો બનાવ્યા છે.અબતક સાથેની વાતચીત દરમિયાન લલુડી વોકળીમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે ખુબ જ સારું છે. તંત્રએ જે પગલું ભર્યું છે લલુડી વોકળીને રંગીન કરી છે તે ખુબ જ સારું છે પરંતુ હજુ પણ અહીંયા સાફ સફાઈનું તંત્ર દ્વારા વધુ ધ્યાન આપવામાં આવે તો સારું રહે. સફાઈ માટે અમારે દિવસેને દિવસે ફરિયાદ કરવી પડે છે. અબતક સાથેની વાતચીત દરમિયાન લલુંડી વોંકળી વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે, કોર્પોરેશન તથા ચિત્રનગરી દ્વારા ખુબ જ સારું કામ કરવામાં આવ્યું છે. સર્વશ્રેષ્ઠ ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ખુબ સારું કામ કરવામાં આવી રહ્યું છે અને આવી જ રીતે સારા કામ કરતા રહે તેવી આશા છે.અબતક સાથેની વાતચીત દરમિયાન માયાબેન તાલપરાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને ચિત્રનગરી દ્વારા ખુબ સારું કામ કરવામાં આવી રહ્યું છે અને હું અહીંયા લલુડી વોકળી વિસ્તારમાં દિવાલ પર ચિત્રો બનાવી રહી છું. ખુબ જ સારો પ્રતિભાવ અમને મળી રહ્યો છે. વિસ્તારના બાળકો ખુબ ખુશ દેખાય રહ્યા છે. નાના બાળકો તો એક વખત નહીં પરંતુ અનેક વખત ચિત્રો જોવા આવ્યા છે અને ચિત્રો બનાવીને ખુબ આનંદ આવે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન ચિત્રનગરીના સંચાલક જીતુભાઈએ જણાવ્યું કે, આશરે બે વર્ષ પહેલા ઈન્ડોનેશિયાના નાના ગામમાં આવો વિડીયો બનાવેલો જોયેલો. તે સ્લમ એરીયા ન હતો પરંતુ ગામનો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે ચિત્રનગરી પ્રોજેકટને એકાદ વર્ષ થયું હતું.
પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે સ્લમ એરીયામાં આવો પ્રોજેકટ ચિત્રનગરીનો બનાવવો. આઠ દિવસ પહેલા જ કમિશનરનો ફોન આવેલો કે આપણે સ્લમ એરીયામાં બ્યુટીફીકેશનનો પ્રોજેકટ કરવો છે તો કઈ રીતે કરી શકાય અને સરને વિડીયો બતાવ્યો અને વાત કરીને લલુડી હોકરીનો જે પ્રોજેકટ છે તે અમે હાથમાં લીધો. ૫ દિવસથી સપ્તરંગી સાત રંગોથી તમામ મકાનો રંગવામાં આવ્યા. ચિત્રનગરીના ૧૫૦ કલાકારો દ્વારા મકાનોમાં સાત થીમ ઉપર ચિત્રો બનાવેલ છે. આશરે ૨૦૦થી વધુ મકાનો ઉપર ચિત્રનગરીના કલાકારોએ સુંદર ચિત્રો બનાવ્યા છે. જે નિહાળીને આનંદ થયો. લલુડી વોકળી વિસ્તારમાં બે થી અઢી હજાર લોકો રહે છે અમે તેના મુખ ઉપર જે હાસ્ય જોયું જે આનંદ જોયો ત્યારે થયું કે ૩ વર્ષનો અમારો ચિત્રનગરીનો પ્રોજેકટ છે તે સૌથી સારો પ્રોજેકટ છે અને સૌથી વધુ આનંદ લલુડી હોકરીના પ્રોજેકટથી થયો છે.
હેતુ એ છે કે સામાન્ય રીતે સ્લમ વિસ્તારમાં જતા પણ ઘણાને બીક લાગે કે સ્લમ વિસ્તાર કેવો હશે ત્યાં ન જવાય અહિંયા તમામ જાતની વસ્તીઓ હોય છે પરંતુ અહિંયા અમને જે લોકો તરફથી સહકાર મળ્યો. સ્લમ વિસ્તારમાં ગરીબ લોકો કે પછાત લોકો રહે તેવો વહેમકારી નાખવો જોઈએ. આ વિસ્તારમાં સારા એવા લોકો રહે છે જે પોતાના હિસાબે રોજી રોટી કમાય છે.
આ વિસ્તારના લોકોનો અમને ખુબ સહકાર મળ્યો છે. સાત થીમમાં સ્વચ્છતા, પશુ-પક્ષી, વર્લી પેઈન્ટસ, સાત રંગ, સપ્તરંગી સ્લમ એશિયા અને સાત થીમ ઉપર પ્રોજેકટ કરવામાં આવ્યો છે. આવતા રવિવારે પણ ૨૦-૨૫ કલાકારો આવીને જેટલા મકાનોમાં બાકી છે.
તે પણ આવરી લેવામાં આવશે. નજીકના ૧૫ દિવસમાં રાજકોટ સેન્ટ્રલ જેલની દિવાલો ઉપર ચિત્રો બનાવવાનો અમને મહિના પૂર્વે જેલના સુપ્રિટેન્ડેન્ટનો ફોન આવેલો કે જેલની અંદર અને બહાર પણ ચિત્રો બનાવવાનો તેના માટે સારી બાબત એ છે કે અમુક ચાર-પાંચ કેદીઓ છે. જેઓ સંજોગો વસાત કેદીઓ બનયા છે અને જેઓ સારા કલાકાર છે અને જેલના કેદીઓ પણ આ પ્રોજેકટમાં અમારી સાથે જોડાશે.