મંગળ પર વાદળોનું બનવુ લગભગ અશક્ય છે, પરંતુ નાસાના ક્યુરિયોસિટી રોવરે ગેલ ક્રેટર ઉપરના વાદળોની તસવીર લીધી છે. મંગળનું વાતાવરણ એટલું હળવું અને પાતળું છે કે, અહીં વાદળોનું નિર્માણ લગભગ અશક્ય છે. પરંતુ વાદળોના ફોટા જોઈને આખી દુનિયાભરના વૈજ્ઞાનિકો ખુશ અને આશ્ચર્યચકિત પણ છે. ક્યુરિયોસિટી રોવરે મંગળ પર બે વર્ષ વિતાવ્યા બાદ આ તસવીર કેપ્ચર કરી છે. આ પહેલા આવી કોઈ તસવીર આવી ન હતી. વૈજ્ઞાનિકો ક્યુરિયોસિટી રોવર ઉપર વાદળો બનવાને લઈને સ્ટડી કરી રહ્યા છે.

Mars 01

મંગળ પર સમય પહેલા વાદળો બનવાને લઈને સ્ટડી ચાલી રહી છે. સામાન્ય રીતે મંગળ ગ્રહ પર વાદળોનું નિર્માણ તેની ભૂમધ્યરેખાની ઉપર શિયાળાના સમયે હોય છે. એટલે કે, મંગળ ગ્રહનો સૌથી ઠંડો સમય હોય છે, ત્યારે વાદળો દેખાય છે. પરંતુ આ સિઝનમાં શિયાળાની ઋતુ હોતી નથી કે ઠંડીનો સમય પણ નથી. નાસાના વૈજ્ઞાનિકોએ જાન્યુઆરીના અંતથી વાદળો પર સંશોધન શરૂ કર્યું છે. કારણ કે તે જ સમયે વાદળો જોવાનું સામાન્ય છે.

ક્યુરિયોસિટી રોવરના ડેટા પર કામ કરી રહેલી ટીમે આ વાદળો શોધીને નવી માહિતી શોધી કાઢી છે. આ વાદળો મંગળની સપાટીથી ખૂબ ઉપર છે, જ્યારે પ્રાસંગિક દૃશ્યમાન વાદળો ફક્ત સપાટીથી 60 કિ.મી.ની ઉંચાઇએ જ દેખાય છે. ક્યુરિઓસિટી રોવરે લીધેલા વાદળો ખૂબ ઉચા છે, અને ત્યાં ખૂબ ઠંડી છે. એવું માનવામાં આવે છે કે આ વાદળો કાર્બન ડાયોક્સાઇડના જાવાને કારણે રચાયા છે.

Mars 02

વૈજ્ઞાનિક હાલમાં આ વાદળોની તપાસ કરી રહ્યા છે. સ્ટડી કર્યા બાદ જાણવા મળશે કે, શું આ પાણીના કારણે બનાવેલા વાદળો છે, અથવા તે ડ્રાઈ આઈસથી બનેલા વાદળો છે. ડ્રાઈ આઈસ સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડના જામવાથી બને છે. આ વાદળોની તસવીર ક્યુરિયોસિટી રોવરના બ્લેક એન્ડ વ્હાઇટ નેવિગેશન કેમેરા દ્વારા લેવામાં આવી છે. જો કે, તેમના કલર ફોટા ક્યુરિયોસિટી રોવર પર લગાવેલા માસ્ટ કેમમાંથી લેવામાં આવ્યા છે. આ વાદળો સૂર્યાસ્ત પછી જ દેખાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.