શહેરભરમાં કલરફુલ જલસો
એમટીવીમાં ‘હોલી કે રંગ, અપનો કે સંગ’માં મોજ માણતા શહેરીજનો ગ્રીનલીફ વોટર રીસોર્ટમાં ડી.જે. સાથે લોકોએ માણ્યો ‘કલર મુવ્ઝ’
મોજીલા રાજકોટવાસીઓ આમ પણ રંગીલા સ્વભાવ સાથે ઓળખાય છે. તહેવારોના દરેક રંગ અને ઉમંગોને ઉત્સાહ સાથે મેળાવડો સ્વભાવ ધરાવતા શહેરીજનો રંગોના ઉત્સવ ધુળેટીમાં મોજ-મસ્તી, અને ડી.જે.ના તાલ સાથે ઉજવણી માટે ઉમટી પડયા હતા. રંગીલા રાજકોટીયન્સોએ લઈ શહેરના મુખ્ય સ્થળો જેમ કે કિશાનપરા અને રેસકોર્સ રંગોની છોળો ઉડાડી તો કોઈ તિલક હોલી દ્વારા એકમેકના રંગે રંગાયા હતા તો ડી.જે.ના તાલ, મોજ-મસ્તી અને મનોરંજન માટે કેટલાક સ્થળોએ હોલી ફેસ્ટીવલના આયોજન કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે હોળીના દિવસે લોકો નફરતને અગ્નિમાં નાસ કરીને ધુળેટીના દિવસે રંગેરંગાય એકબીજાના પ્રત્યેની નફરતને દુર કરે છે અને રંગોના પર્વની ઉજવણી સાથે ગામેગામ ધામધુમથી ઢોલ-નગારા, ડી.જે. ધમાલ, વોટર પાર્ક, કાદવ-કિચડમાં, ટમેટા હોલી, ગોબર હોલી જેવા વિવિધ પ્રકારની ધુળેટી રમીને ઉત્સાહની ઉજવણી કરતા હોય છે.શહેરના જામનગર હાઈવે પર આવેલ ગ્રીનલીફ વોટર કલબ દ્વારા ‘કલર મુવ્ઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રંગબેરંગી ઓર્ગેનિક કલરથી લઈ આર.જે.આભા સાથે ગીતો અને સ્વિમીંગ પુલની ધમાલ સાથે ઉજવણી માટે એકત્રિત થયા હતા.
બાળકોથી લઈ યુવાવર્ગ અને વૃદ્ધોએ પણ નિર્દોષ આનંદ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. લંચ, ડિનર સાથે તમામ પ્રકારની સુવિધા અને સુવ્યવસ્થિત આયોજનથી લોકોએ ખુબ જ મોજ લુંટી હતી ત્યારે અબતક સાથેની વાતચીતમાં ગ્રીનલીફ ખાતે આવેલા રંગીલા રાજકોટીયન્સે જણાવ્યું હતું કે, તેમને અહીં આવીને ખુબ જ મજા પડી. તેઓ ખાસ ધુળેટી માટે રેડ અને બ્લુ થીમ આધારીત ડ્રેસીંગ કરીને આવ્યા હતા.
આ સાથે જ વાઈટ કલરના સાફા જેવી વણાટવારી ચુંદડી બાંધી હતી. ડી.જે.ના તાલે તો જુમવાની મજા પડી સાથે ગુજરાતી છીએ તો ગરબા કરવા જ જોઈએ માટે હિચ લઈને ખુબ જ મોજ લુંટી. અબતક સાથેની વાતચીતમાં આર.જે.આભાએ જણાવ્યું કે, ધુળેટીના તહેવારની મજા જ અલગ છે. સવારથી જ લોકોમાં રંગે રમવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવાર તમામ ઉંચ નીચ છોડીને એક સરખા છતા પચરંગી રંગે રંગાવાનું છે.
શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટેલ ધ વીલેજ દ્વારા ‘હોલી કે રંગ, અપનો કે સંગ’ ધુળેટી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેઈન ડાન્સ, મડ પુલ, બફેટ લંચ અને વિવિધ ફન ગેમ્સ અને સેલ્ફી ઝોન રાખવામાં આવ્યા હતા. આયોજનમાં ગુજરાતી સેલીબ્રીટી રીના સોનીએ પણ રાજકોટવાસીઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી તો ડી.જે.ની મોજ માણી રાજકોટવાસીઓ હળવાફુલ થયા હતા.એમટીવીના ઓનર રીતેશ પટેલે જણાવ્યું હતું કે, એમટીવી હોલી કે રંગ, અપનો કે સંગ તહેવાર અમે પારીવારીક માહોલ ઉજવાય તેવી સુદ્રઢ વ્યવસ્થા સાથે ઈવેન્ટનું આયોજન કર્યું છે જે ધુળેટી ફેસ્ટનો કોન્સેપ્ટ જ એમટીવી સૌપ્રથમ ગુજરાતનું લાવ્યું હતું. ઈકો ફ્રેન્ડલી કલરથી લઈ વોટર બલુન, કેસુડાના રંગો સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. રંગીલુ રાજકોટ ખરેખર રંગીલુ છે. તમે બધાના ચહેરા અને તેની મુસ્કાન જોઈ શકો છો અને અમે તો એક જ વાત કહીશું હોલી કે રંગ, અપનો કે સંગ.