માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રંગ છે રાજકોટ મલ્ટીમીડીયા નાટકની ભવ્ય પ્રસ્તૃતિ: ૧૦ યશસ્વી નાગરિકોનું
રાજયપાલનો હસ્તે સન્માન: જીલ્લા વહિવટી તંત્ર, મહાપાલિકા અને જિલ્લા પંચાયતને અઢી કરોડનું અનુદાન એનાયત
૭૧મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌજન્યશીલ સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદ કરાવવામાં અનેક વીરોએ શહીદી વહોરી હતી. શહીદોનાં બલિદાનના કારણે આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે. આપણું રાષ્ટ્ર ગણતંત્ર રાજ્ય બની શક્યું છે. દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત બન્યો છે. ભારતના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાષ્ટ્રીય પર્વો જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી જે તે જિલ્લાને રાષ્ટ્રીય પર્વ ઉજવણીનો લહાવો પ્રાપ્ત થાય છે.
દેશના વિકાસમાં ગુજરાતે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાપુરૂષો આપ્યા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના સપુત છે ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતની પ્રગતિમાં ફાળો આપવો જોઇએ તેમ રાજ્યપાલીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને લોકશાહી અને પ્રજાસત્તાક પર્વની ઉજ્જવળ પરંપરાનું સંવર્ધન કરવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. કચ્છ થી કટક અને કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી દેશની એકતા અને અખંડિતતા સ્થાપિત કરવામાં દેશના નાગરિકના સહકારની કામના મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉચ્ચારી હતી. રાજકોટના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાને રૂપિયા અઢી-અઢી કરોડનું અનુદાન મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એનાયત કર્યું હતું.
વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી અર્થે ૧૦ યશસ્વી નાગરિકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન બહુમાન કરાયું હતું. સ્વાગત પ્રવચન કલેકટર રેમ્યા મોહનએ કર્યું હતું. જવલંત છાયા લિખિત રંગ છે રાજકોટ નાટ્યપ્રસ્તુતિ ૧૦૦કલાકારો દ્વારા થઇ હતી. જેને બહોળી સંખ્યામાં લોકોએ માણી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલના ધર્મપત્ની દર્શનાદેવી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિર્દેશક શીવાનંદ જા, મુખ્યમંત્રીના અગ્રસચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ અશ્વીનીકુમાર,સચિવ કમાલ દયાની,કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રણવસીયા,અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા.
બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું હતું કે આજે મને આપણા રાજગપાલ તથા મુખ્યમંત્રી તરફથી સન્માનીત કર્યો એ માટે મને ગર્વનો અનુભવ થયો રાજકોટના બીજા સન્માનીત લોકો સાથે સ્થાન આપવા બદલ આભારી છું. ખાસ કો ક્રિકેટમાં રાજકોટનું નામ રોશન થાય ઇન્ટરનેશનલ ટીમો રાજકોટ આવી તે માટે રાજકોટને આખા વર્લ્ડમાં પ્રસિઘ્ધિ મળી સાથે આપણે અહી સવલતો પણ ઉભી કરી જેમાંથી આપણને ઇન્રટનેશનલ પ્લેર પણ મળ્યા જેમ કે ચેતેશ્ર્વર પુજારા હવે અમે વધુને વધુ ગ્રાઉન્ડો ઉભા કરવા જઇ રહ્યા છીએ. જેથી નવ યુવાનોને વધુ ટુર્નામેન્ટો માટે વધુ આગળ વધે તેવા પ્રયાસો કરીશું?
રીટાયર્ડ આરટીઓ ઇન્સ્પેકટર જે.વી. શાહે જણાવ્યું હતુ કે છેલ્લા ૩પ વર્ષથી મોટર વાહન ખાતામાં ફરજ બજાવું છું. આ ડીપાર્ટમેન્ટમાં આવ્યો ત્યારે મારુ ઘ્યાન પર આવ્યું કે રોડ અકસ્માતમાં મોટા પ્રમાણમાં જાનહાની થાય છે ત્યારથી નકકી કર્યુ કે વધારેમાં વધારે લોકોને માર્ગ સલામતી ટ્રાફીક એજયુકેશન અવરનેશની જાણકારી આપવી અકસ્માતમાં દાખલ થયેલ તે કેવી રીતે મદદ કરવી શકાઇ સાથે સાથે દીવ્યાંગ લોકોને લાઇયસન્સ અને રજીસ્ટ્રેશન માં વધારે માર્ગ દર્શનની જરુરી માહીતી ઉપલબ્ધ કરી બંધ પડેલા વાહનોમાં રીફલેકર લગાડાવ્યા અને હાલમાં લોકોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા સન્માન બદલ હું ગુજરાત સરકારનો આભારી છું.
સંગીત નાટય એકેડમીના ચેરમેન પંકજ ભટ્ટએ જણાવ્યું હતું કે સંગીત ક્ષેત્રે સેવા કરૂ છું. ૭૧માં પ્રજાસત્તાક પવ ઉજવી રહ્યા છીએ રાજકોટમાં તો ખુબ જ આનંદ થયો છે. રાજયપાલ અને મુખ્યમંત્રીના હસ્તે એક સન્માન મળ્યું છે. સરકારનો સહયોગ મળ્યો છે. તો એક અનેરો આનંદ છે. કે સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. અમારી સંગીત નાટકય અકાદમીના પ્રયાસો એવા છે કે છેવાડાના કલાકારોને સારા સારા કાર્યક્રમો મળી રહે સંસ્કૃતિની ધરોહર ને નાના નાના બાળકો આગળ વધારે તેવો પ્રયત્ન કરીએ છીએ. સરકાર તરફથી એક તાના રીરી સંગીતની યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે વડનગર ખાતે જેમાં સંગીતની તાલીમ લે તેવી સંપૂર્ણ વ્યવસ્થા છે.
ભુવનેશ્ર્વરી વિઘાપીઠના આચાર્ય ઘનશ્યામજીએ કહ્યું હતું કે, એક સમય હતો જયારે ગાયો વિશે જાગૃતતા હતી નહિ. ગીર ગાયો પર બહારના દેશોમાંથી આક્રમણ થયું જેનાથી ગીર ગાયોના વંશોને ખુબ જ નુકશાન થયું. ત્યારે એક સમયે એક મુવમેન્ટ ઉપાડી જેનાથી ગીરગાયોનું સર્વધમ ગીર ગાયુનું રક્ષણ અને ગીર ગાયોનો વિકાસ થઇ શકે અને એ થકી ગીર ગાયો ટકી રહી છે. અને સારી રીતે વિકાસ થયો છે. જેની શરુઆત આજથી પ૦ વર્ષ પહેલા થયું છે અને એના અનુસંધાને આજે મારુ બહુમાન થયું અને આ મારુ બહુમાન નથી ગાયોનું બહુમાન છે. જે લોકોએ આ ગાયોની તન, મન, ધન થી સેવા કરી છે તેનું આ સન્માન છે.
માર્ગ સલામતી અને ટ્રાફિક એજયુકેશનની કામગીરી બદલ નિવૃત્ત RTO ઈન્સ્પેકટર જે.વી. શાહને સન્માનીત કરાયા
રાજકોટ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ ૧૦ પ્રભાવશાળી વ્યકિતઓને ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનીત કરાયા હતા. રાજકોટના માધવરાય સીંધીયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અગાઉ રાજકોટ આરટીઓ ખાતે ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત અધિકારી જે.પી. શાહને માર્ગ સલામતી અને ટ્રાફીક એજયુકેશન તથા ઓરગન ડોનેશનની અવેર્સીસ તથા માર્ગ અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદ કરવાની વિશિષ્ટ કામગીરી બદલ ગુજરાતનાં રાજયપાલ અને મુખ્યમંત્રી દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા અને એવોર્ડ એનાયત કર્યો હતો.
રાજ્યપાલના હસ્તે વિકાસ વાટિકાનું વિમોચન
જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન મહાનુભાવોના હસ્તે યેલ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તનું વર્ણન કરતી પુસ્તિકાનું પ્રકાશન વહિવટી તંત્ર દ્વારા તેમજ સંપાદન માહિતી ખાતા દ્વારા કરાયું છે
રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ તા.૨૫મીના મેગા ઈવેન્ટ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ જિલ્લાની વર્ષ-૨૦૧૯ની વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ વિકાસ વાટિકાનું પ્રકાશન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું છે, જયારે સંપાદન પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. બે દાયકાથી વધુ સમયથી દેશનું વિકાસ એન્જિન બનેલ ગુજરાત ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ જિલ્લા કક્ષાએ કરવામાં આવતા પ્રજા કલ્યાણના, વિકાસના અને સુખાકારીના કાર્યોની જાહેર જનતાને જાણ થાય તે માટે વિકાસ વાટિકા પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકામાં જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તથા મહાનુભાવોનાના હસ્તે થયેલ વિકાસના કામોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અન્ય કામોનું તસવીરો સાથેનું નિરૂપણ કરવામાં આવેલ છે.