- હોળી–ધુળેટી પર્વના નગરજનોને મનપા પદાધિકારીઓની શુભકામના ધુળેટીનો તહેવાર સામાજીક મિલાપ ભાઇચારાની એકતાનું પ્રતિક: મેયર નયનાબેન પેઢડીયા
- રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, શહેરીજનોને હોળી–ધૂળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી છે.
‘હોળી–ધૂળેટી’ના પાવન પર્વના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હોળી દહન એ વાતનું પ્રતિક છે કે, માણસ પોતાના મનના ખરાબ વિચાર, અભિમાન, અહંકાર, કુ–રિવાજો, માન્યતાઓ, જીદ વગેરેને હોળીની આગની અંદર હોમી દેવાથી પોતાનું મન નિર્મળ અને પ્રફુલ્લિત બને છે અને પોતાનું જીવન હર્ષ અને ઉલ્લાસથી માણી શકે છે.
ધૂળેટીનો તહેવાર સામાજીક મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, શહેરીજનોને ‘હોળી–ધૂળેટી’નું આ પાવન પર્વ, કેમિકલયુક્ત કલરને બદલે અબીલ–ગુલાલ, કુદરતી રંગો–સ્વદેશી રંગો, અને ફૂલોનો ઉપયોગ કરી, કચરો કચરાપેટીમા નાખી, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી, હર્ષો–ઉલ્લાસ સાથે ઉમંગભેર ઉજવે તેવી અપીલ સહ ‘હોળી–ધૂળેટી’ના પાવન પર્વ ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
હોળી – ધુળેટીની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને હોળી – ધુળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહી અનય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળી આવતા જનમાનસ ઉત્સાહથી તરબતર થઇ જાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે ખેતરો પાકથી લહેરાતા હોય છે યુવાન હૈયા વસંતની સાથો સાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઇ જાય છે. જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઇને ઝુમી ઉઠતા યુવા હૈયામાં જણાઇ આવે છે. એટલે તો હોળીને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે. છે. હોળીનો રંગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે. અને સંબધોમાં પ્રેમ અને સ્નેહના અવનવા રંગ ભરે છે. આમ હોળીનો તહેવાર આપણને સત્યનો અસત્ય ઉપર વિજય અને ધર્મનો અધર્મ ઉપર વિજયનો સંદેશ આપે છે. આ દિવસ એકતા અને ભાઇચારા અને સામાજીક સમરસતાનો સંદેશ પણ આપે છે. બીજા દિવસે ધુળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એમ અંતમાં શહેરીજનોને હોળી ધુળેટી પર્વની શુભેચ્છા આપતા અંતમાં ઉદપ કાનગડએ જણાવેલ હતું.
સાંસદ રામભાઇ મોકરીયાની ધુળેટીની શુભેચ્છા
હોળીના તહેવાર આપણને સત્ય ઉપર વિજય અને ધર્મનો અધર્મ ઉપર વિજયનો સંદેશ આપે છે. આ દિવસે એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે. બીજા દિવસે ધુળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. અંતમાં સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્ર તમામ લોકોને હોળી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી.
શહેરીજનોને રંગોત્સવની ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની શુભેચ્છા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને રંગોના તહેવાર એવા હુતાસણી– ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી છે. આમ હુતાસણીના આ પર્વમાં સૂર–તાલ–લયનો ત્રિવેણી સંગમ રચાય છે, જે પંચામૃતનો આસ્વાદ કરાવે છે અને જેમાં વિકસિત લોકકલાનું પણ દર્શન થાય છે.આમ હોળીના રંગને લઈને આવતો ફાગણીયો આપણા નવજીવન નો સંદેશો આપે છે. ડો.માધવ દવે, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને હુતાસણીના આ પાવન પર્વે પ્રભુ તમારા જીવનને સદા રંગોથી ભરેલુ રાખે અને તમારા દુ:ખો અને તકલીફો હોળીની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય એવી શુભેચ્છા પાઠવી હતી.