શહેરના અનેક શ્રેષ્ઠીઓની પ્રેરક ઉ૫સ્થિતિ
‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા નવરાત્રી મહોત્સવનું એકદિવસીય જાજરમાન આયોજન કરાયું
‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમમાં પ્રતિવર્ષ એક દિવસીય નવરાત્રી મહોત્સવ જાજરમાન રીતે યોજવામાં આવે છે. જેના ભાગરુપે દશેરાના દિવસે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે હરિપર સ્થિત ગારડી બી.એડ. કોલેજના છાત્રો તેમજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી માઘ્યમની આઇ.એલ.ટી. બી.એડ. કોલેજનાં છાત્રો તેમજ સંસ્થાના પરિવારના સભ્યો જોડાયા હતા. રાસોત્સવના પ્રારંભે શહેર શ્રેષ્ઠીઓ દ્વારા મહાભારતી કરવામાં આવી હતી.
આ એક દિવસીય નવરાત્રી મહોત્સવનું દીપ પ્રાગટય દ્વારા ઉદધાટન સૌરાષ્ઠ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, નરેન્દ્રભાઇ ઝીબા, જૈન શ્રેષ્ઠી અમીનેષભાઇ રુપાણી, કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, સીઝન્સ હોટલના માલીક વેજાાઇ રાવલીયા, જાણીતા ઉઘોગપતિ શીવલાલભાઇ આદ્રોજા, સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા, શહેર ભાજપ અઘ્યક્ષ કમલેશભાઇ મીરાણી, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, સહકારી અગ્રણી પુરુષોતમભાઇ પીપળીયા, બીનાબેન કુંડલીયા, આઇ.એમ.એ. ના ડો. ચેતન લાલસેતા, ડો. મયંકભાઇ ઠકકર, ડો. પિયુષ ઉનડકટ, શિક્ષણશાસ્ત્રી ડી.વી. મહેતા, દર્શીતભાઇ જાની સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
આ નવરાત્રીનું મુખ્ય આકર્ષણ ગારડી બી.એડ. કોલેજના છાત્રો દ્વારા વડીલ વંદના કરવામાં આવી ત્યારે ઉ૫સ્થિત તમામ મહેમાનો લાગણીસભર બન્યા હતા. અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આ વડીલ વંદનાને. હાજર રહેલા તમામ લોકોએ મુકતમને બીરદાવી હતી. દીકારનું ઘર નો આ નવતર પ્રયોગ સંસ્કારલક્ષી પ્રયોગ આવકારદાયક રહ્યો હતો.
આ નવરાત્રીનું મુખ્ય આકર્ષક ગારડી બી.એડ. કોલેજના છાત્રો દ્વારા વડીલ વંદના કરવામાં આવી ત્યારે ઉ૫સ્થિત તમામ મહેમાનો લાગણીસભર બન્યા હતા. અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ વડીલ વંદનાને હાજર રહેલ તમામ લોકોએ મુકતમને બીરદાવી હતી. દીકારાનું ઘર નો આ નવતર પ્રયોગ સંસ્કાર લક્ષી પ્રયોગ આવકારદાયક રહ્યો હતો.
આ એક દિવસીય નવરાત્રી મહોત્સવ મોડી રાત્રી સુધી ચાલ્યો ગયો જેમાં વિજેતા થનાર તમામને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અપાયા હતા. આ પ્રસંગે યુવા અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, ચિમનભાઇ માટલીયા, પ્રવીણભાઇ પાંભર, ભરતભાઇ હપાણી, હરીસીંગભાઇ સુચરીયા, યુવા ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહ, ડાયાભાઇ કેશરીયા, ભરતભાઇ ભીડોરા, અજયભાઇ ગઢીયા, નિરજભાઇ મહેતા, રાજુભાઇ દોશી, પી.ડી. અગરવાલ, દીગુભા વાઘેલા, જાણીતા બીલ્ડર વિનુભાઇ પીઠડીયા, રાજુભાઇ બાટવીયા, શિક્ષણ સમીતીના પૂર્વ ચેરેમન કીરીટભાઇ પાઠક, જૈન શ્રેષ્ઠી સંદીપભાઇ મહેતા, નીતીનભાઇ કામદાર, ઉમેશભાઇ શેઠ, આનંદભાઇ વેકરીયા, શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણાશાસ્ત્રી પુષ્પાબેન રાઠોડ, રમાબેન હેરમા, રમેશભાઇ જીવાણી, જયંતિભાઇ પટેલ, કીર્તીબેન પોપટ, શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જૈન શ્રેષ્ઠી ડોલરભાઇ કોઠારી સહીતના અસંખ્ય મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને વ્યવસ્થા મુકેશ દોશી, કીરીટભાઇ આદ્રોજા, અનુપમ દોશી, ડો. નિદત બારોટ, ઉપેનભભાઇ મોદી, સુનીલ વોરા, નલીન તન્ના, સુનીલ મહેતા, હરેશભાઇ પરસાણા, કીરીટભાઇ પટેલે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આશીષ વોરા, હરીશભાઇ હરીયાણી, ડો. હાર્દિક દોશી, વિમલ પાણખણીયા, હિતેશ માવાણી, ચિંતન વોરા, અશ્ર્વિનભાઇ પટેલ, રાકેશભાઇ ભાલાળા, પ્રવીણ હપલીયા સહીતનાએ સંભાળી હતી.