વિજ્ઞાન અને ટેકનોલોજીની આવનારી સવારને ઉજાગર કરતી યુવા વિચારધારાને વાચા આપવા સતત ચોથા વર્ષે હરીવંદના કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પરીષદ યોજાઇ
પ્રદેશ ઉપાઘ્યાય ડો. ભરતભાઇ બોધરા, કલેકટર અરૂણ મહેશ બાબુ, કુલપતિ ડો. ગીરીશ ભીમાણી સહિતના મહાનુભાવો રહ્યા હાજર
Collectors were overwhelmed after seeing the “Budding Scientist” exhibition in Harivand’s collegeર1મી સદીએ જ્ઞાનની સદી છે. સૈકાઓ સુધી જેની સુવાસ અને ઉજાસ પ્રસરે તેવી આ જ્ઞાનની સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ આ સદીમાં પાયાના પરિબળો તરીકે સ્થાપયા છે. આવા આ જ્ઞાનના ઉજાસને પ્રસરાવવા હરિવંદના કોલેજ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીની આવનારી સવારને ઉજાગર કરતી યુવા વિચારધારાને વાચા આપવા સતત ચોથા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિહાળી રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ અભિભૂત થઇ ગયા હતા.
ગત તા. 23-1 ને સોમવારના દિવસે ગુજરાતની અલગ અલગ કોલેજોના રપ0 થી વધુ વિઘાર્થીઓ માટે સોનેરી સવાર લાવી. આ દિવસે હરિવંદના કોલેજ દ્વારા બડીંગ સાન્ટીસ્ટ-4 રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું.
આ કોન્ફરન્સને બે ભાગમાં વહેચવામાં આવી હતી. જેના પહેલા ભાગમાં નેશનલ કોન્ફરન્સ અને બીજા ભાગમા ઓરલ પ્રેઝન્ટેશન, મોડલ પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન અને બડિંગ સાયન્ટિસ્ટ એવોર્ડ સ્પર્ધા રાખવામાં આવી હતી.
કોન્ફરન્સના બીજા વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઓરલ પ્રેઝન્ટેશન, મોડલ પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિઘાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ વિષયો જેવા કે લાઇફ સાયન્સ, કેમિકલ સાયન્સ, મેથેમેટિકલ સાયન્સ અને ફિઝીકલ સાયન્સ પર મોડેલ, પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશન બનાવ્યા હતા.
આ કાર્યક્રમમાં કલેકટર અરુણ મહેશ બાબુ, પ્રદેશ ઉપાઘ્યક્ષ ભાજપા ગુજરાત ડો. ભરતભાઇ બોધરા, મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્5િટલ, એ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે વિઘાર્થીઓને શિલ્ડ અને સટિફીકેટ આપી સન્માનીત કર્યા હતા. સાથો સાથ બડીંગ સાયન્ટિસ્ટ અવર્ડના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કોન્ફરન્સનું હરિવંદના કોલેજના ટ્રસ્ટી ડો. મહેશભાઇ ચૌહાણ અને કેમ્પસ ડાયરેકટર ડો. સર્વેશ્ર્વરભાઇ ચૌહાણના માર્ગદશ હેઠળ કરવામાં આવ્યું હતું. તથા આ કોન્ફરન્સને સફળ બનાવવા સાગરભાઇ બાબરીયા અને એમના અભ્યાસક્રમના તમામ પ્રઘ્યાપકો તથા સ્વયંસેવકોએ અનેરી જહેમત ઉઠાવી હતી.
વિઘાર્થીઓ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ: સબમરીન પ્રોેજેકટ વિશિષ્ટ: કલેકટર અરૂણ મહેશ બાબુ
હરીવંદના કોલેજ આયોજીત બડીંગ સાયન્ટીસ્ટ-4 નીહાળી કલેકટર અભિભુત બન્યા હતા. આ તકે તેઓએ ટ્રસ્ટી મહેશભાઇ ચૌહાણ – સર્વેશ્ર્વર ચૌહાણ સાથે મીટીંગ કરી અને વિઘાર્થીઓનું વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. આ તકે તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હરિવંદના કોલેજ દ્વારા વિઘાર્થીઓમાં સાયન્સને લઇ વધુ જાગૃતતા આવે તેનું ઉત્તમ પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે. અન્ય કોલેજો પણ આવી પ્રવૃતિઓમાંથી પ્રેરણા લઇને વિઘાર્થીઓના વિચારોને વેગ આપે, ખાસ તો વિઘાર્થીઓએ જે પ્રોજેકટ બનાવ્યા છે તે ખુબ જ ટેકનોલોજીથી અવગત થાય તેવા છે. તેમાં પણ સબમરીન પ્રોજેકટ મને ખુબ વિશિષ્ટ લાગ્યો છે. અન્ય જિલ્લામાંથી પણ વિઘાર્થીઓ અહી આવ્યા છે અને પોતાના વિચારોને રજુ કર્યા છે તે ખુબ જ સરાહનીય છે.
વિધાર્થીઓ સાયન્સ તરફ વધુ પ્રેરાય તે માટે આવી ઇવેન્ટનું કરાય છે આયોજન: સર્વેશ્વર ચૌહાણ
હરિવંદના કોલેજના ટ્રસ્ટી સર્વેશ્વર ચૌહાણએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે હરિવંદના કોલેજ દ્વારા બડિંગ સાયન્ટિસ્ટ- 4 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી આવી ઇવેન્ટનું આયોજન કરીએ છીએ. થોડા સમયથી સાયન્સના વિધાર્થીઓ પ્રોજેક્ટ બનાવવા મહેનત કરી હતી. 60 પોસ્ટર અને 49 મોડેલ સાયન્સના વિધાર્થીઓએ રજૂ કર્યાં છે. વિવિધ વિષયોના પ્રોજેક્ટ રજૂ કરવામા આવ્યાં હતાં.વિદ્યાર્થીઓ પોતાના સુવર્ણકાળમાં ભણતરની સાથે આવડત પણ કેળવી શકે તે માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
મેલેરિયા પેરેસાયટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો પ્રસ્તુત : પારઘી કેવલ
હરીવંદના કોલેજ બીએસસીનો વિદ્યાર્થી છું અને મેલેરીયા પેરેસાઈટનું પોસ્ટર રજૂ કાર્યું છે.મેલેરીયા એ એનોફિલિસ માદા મચ્છર કરડવાથી થાય છે. ચેપી મચ્છર કરડવાથી સ્પોરોજોઈટ મનુષ્યના શરીર પ્રવેશે છે. અને લિવરના કોષોમાં ગુણન પામે છે. ત્યાર બાદ રક્તશેલ તોડી નાખે છે.જેના કારણે શરીરમાં તાવ, ઠંડી આવે છે. મેલેરીયાનિ અનેક પ્રજાતિ છે. પ્લાજમોડિયમ ફાલ્સીપેરમ તેની પ્રજાતિ છે.
સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખરાબ પાણી કરી શકાય છે શુદ્ધ: ડોબરીયા અર્ચના
હરિવંદના કોલેજમા બીએસસીનો અભ્યાસ કરું છું. અમારી ટીમ દ્વારા આજ સૂવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રજુ કર્યો છે. ખરાબ પાણીનું સુધીકરણ થાય તે માટેનું પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટની ત્રણ ટ્રીટમેન્ટ.પ્રાઇમરી સેક્ધડરી અને ટર્સરી છે. પ્રાઇમરી ફિઝિકલ છે સેક્ધડરી બાયોલોજીકલ છે તટરસરી કેમિકલ છે. પ્રોજેક્ટનો હેતું પાણીની અછત ન સર્જાય તે માટે આ પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરી શકાય છે. પાણીમાં વધેલ ખરાબ સ્લજને ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. અનેક દેશોમાં તેમજ ભારતમાં પણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપયોગ થાય છે