રાજકોટ જિલ્લા બેટી બચાઓ બેટી પઢાવો ટ્રાસ્કફોર્સ કમિટીની રિવ્યુ બેઠક
રાજકોટ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગની “બેટી બચાઓ – બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટીની રિવ્યુ બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ રિવ્યુ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે કલેકટરને પ્રેઝન્ટેશન મારફત “બેટી બચાઓ – બેટી પઢાઓ” યોજના અંતર્ગત વર્ષ 2021-22માં કરેલી કામગીરીની જાણકારી આપી હતી. તેમજ વર્ષ 2022-23ના આયોજન અંગે ચર્ચા કરી હતી. સાથો સાથ કલેકટર દ્વારા પરિણામલક્ષી આયોજન સાથે કામગીરી કરવાનું સૂચન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે “બેટી બચાઓ – બેટી પઢાઓ” યોજના અંતર્ગત વર્ષ 2021-2022માં ફાળવેલી 30 લાખની ગ્રાન્ટમાંથી આશરે 22 લાખનો ખર્ચ કરીને ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ 20 થી વધુ પ્રકારની લોક જાગૃતિની કામગીરી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ડી.વાય.એસ.પી. પી.એસ. ગોસ્વામી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.