માર્કેટીંગ યાર્ડમાં જે જગ્યાએ બારદાન રાખવામાં આવ્યા હતા ત્યાં અગ્નિશમનના સાધનો જ ન હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ
રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ગુજકોટના કરોડો રૂપિયાના બારદાન સળગી જવાના પ્રકરણમાં મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસનો ધગધગતો રિપોર્ટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ધગધગતા રિપોર્ટમાં માર્કેટીંગ યાર્ડ અને ગુજકોટની અનેક ત્રુટીઓ સામે આવી છે અને જયાં કરોડો રૂપિયાના બારદાન રાખવામાં આવ્યા હતા તે જગ્યા પર અગ્નિ શમનના કોઈ સાધનો જ ન હોવાનો પણ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ ગત અઠવાડિયે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે ખરીદવામાં આવેલા શણના ૨૫,૧૫,૬૫૦ નંગ બારદાનના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી અને આ આગને કારણે અંદાજે ૧૭,૯૩,૬૫,૮૪૫ની કિંમતના બારદાનોનો જથ્ો ભસ્મીભૂત યો હતો. જો કે, મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કલાકો સુધી આગ પર પાણીનો મારો ચલાવી અંદાજે ૩ લાખ બારદાનો કે જેની કિંમત અડધો કરોડ જેટલી થાય છે તે બચાવી લેવામાં આવ્યા હતા.
વધુમાં માર્કેટીંગ યાર્ડના બારદાન આગકાંડમાં જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને આ અંગેનો રિપોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ મારફતે રાજયના રાહત નિયામકને મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં જે સ્થળે કરોડો રૂપિયાની કિંમતના બારદાનનો જથ્થો રાખવામાં આવ્યો હતો તે પ્લેટફોર્મ પર અગ્નિ શમનની કોઈ જ વ્યવસ ન હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તપાસનીશ અધિકારીઓ દ્વારા ગુજકોટના મેનેજર અને અધિકારીઓની પણ પુછપરછ કરવામાં આવી હતી અને આ પુછપરછની વિગતો પણ સરકારને મોકલવામાં આવેલા િરપોર્ટમાં ઉલ્લેખીત કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
બારદાનનો ૨૬ કરોડનો વિમો લેવાયો તો…
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આગમાં ભષ્મીભૂત યેલા ૨૫,૧૫,૬૫૦ બારદાન પૈકી ૩ લાખ જેટલા બારદાનો બચાવી લેવામાં આવ્યા હતા. અને આ બારદાનના જથ્થા માટે ગુજકોટ દ્વારા રૂ.૨૬ કરોડનું વિમા કવચ લેવામાં આવ્યું હોવાનું તપાસ રીપોર્ટમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુલ રૂ. ૧૭,૯૩,૬૫,૮૪૫નો બારદાનનો જથ્થો આગની ચપેટમાં આવ્યો હતો. જો કે, વિમા કવચને કારણે સરકારને કે ગુજકોટને નુકસાન સહન નહીં કરવું પડે.
હોય નહિ… એક બારદાનની કિંમત રૂ.૭૧.૩૦ પૈસા ?
સામાન્ય રીતે આપણે ખાલી કોળા કે બારદાનની કિંમત મામુલી ગણતા હોય છે પરંતુ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લાગેલી ભયાનક આગમાં કરોડો રૂપિયાના કોળા એટલે કે બારદાન બળીને ભષ્મીભૂત તા કોળાની કિંમત માલુમ પડી છે. ગુજકોટ દ્વારા પ્રત્યેક બારદાન દીઠ રૂ.૭૧.૩૦ પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે બજારમાં જૂના બારદાન રૂ.૫ થી લઈ ૫૦ સુધીની કિંમતના મળે છે !
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,