Abtak Media Google News
  • માલિયાસણમાં ફળઝાડના હેતુ માટે ફળવાયેલી જમીનનો સમય પૂર્ણ થઈ જતા તેને સરકાર હસ્તક લઈ લેવાય : આ 6 એકર જમીનમાં માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ તરીકે રૂ.50 લાખના ખર્ચે વિકસાવાશે
  • માણેકમાં 60 પ્રકારના અંદાજીત 1200 જેટલા ફળઝાડ : ચેકડેમ, શેડ, રસોડા સહિતની વ્યવસ્થા કરાશે : બાળકોને અહીં પ્રાકૃતિક શિબિર માટે લઈ અવાશે

હાલે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વઘારો થઇ રહયો છે, પાણીનું સ્તર નીચું જઇ રહયુ છે અને જંગલોનું પ્રમાણ પણ ઘટતું જઇ રહયુ છે ત્યારે લોકોને તથા બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમ તરફ વાળવા ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણમાં ભાગીદાર થવામાં જાગૃતિ લાવવી જરૂરી છે. જેને લઈને જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા પ્રોજેકટ માણેક ( માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે સ.ન.333/1 પૈકી પપ ની જમીન એ.5-00 ગુંઠા સને 1991 થી 15 વર્ષના ભાડા5ટે ફળઝાડના હેતુ માટે ડો.એલ.કે.ચાવડાને ફાળવવામાં આવેલ હતી. તેઓ અમેરિકા રહે છે. તેઓને આ મામલે નોટિસ આપી દીધા બાદ તેઓએ ભાડા5ટાની મુદત પુર્ણ થતાં જમીન સરકારને પરત કરેલ છે.

આ જમીનમાં આંબા, ખારેક, નાળીયેરી, જામફળ, લીંબુ,ચીંકુ, પપૈયા, દાળમ, સીતાફળ, ગુંદા, સફેદ જાંબુ, રાયણ, સરગવો વિગેરે મળી કુલ 60 પ્રકારના અંદાજીત 1200 જેટલા ફળઝાડોનો ઉછેર કરવામાં આવેલ છે.

આ જમીનને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા કલેકટર પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને મહેસુલ ખાતું, ફોરેસ્ટ ખાતું,  બાગાયત ખાતું તથા માર્ગ અને મકાન ખાતાની એક કમિટીની રચના કરવામાં આવેલ છે. આ જમીનને લાગુ એક તળાવ તથા ચેકડેમ પણ આવેલ છે.જેની મદદથી આ જમીનને પીયત કરવામાં આવશે. વઘુમાં આ બાગમાં ડ્રીપ ઈરીગેશન પઘ્ઘતીથી બાગમાં રહેલ તમામ વૃક્ષોને પાણી આપી ઉછેર કરવા નકકી કરવામા આવેલ છે. તેમજ જરૂરી સીકયુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કેન્દ્ર નેશનલ હાઈવેથી 500 મીટરની અંતરે આવેલ છે. આ જમીનની માપણી કરાવી આજુબાજુ આવેલ અંદાજીત એ.1.0 ગુંઠા સરકારી જમીન ભેળવી રૂ. 50 લાખના ખર્ચે વિકસાવવાની શરૂઆત કરેલ છે.

અહીં શેડ, રસોડા, શૌચાલય સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.  અહીં ફોરેસ્ટ વિભાગના નેજા હેઠળ પ્રાકૃતિક શિબિરો ગોઠવવામાં આવશે. બાળકોને કેમ્પ માટે લઈ આવવામાં આવશે. બાળકો સવારે સાયન્સ મ્યુઝિયમ, બપોરે ઇશ્વરીયા અને ત્યારબાદ અહીં માલિયાસણ આવે તેવું આયોજન કરાશે.

વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યુ કે ફુલઝાડ હેતુની જગ્યાઓ માટે મામલતદારોને સર્વે કરવાનો આદેશ અપાયો છે. જે જે જગ્યાઓ ધ્યાનમાં આવતી જશે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.