દેશના રાષ્ટ્રપતિ રાજકોટની તથા સૌરાષ્ટ્રની મુલાકાતે પ્રથમ વખત આવી રહ્યા છે તે વિશે કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે તે એક અનેરો અવસર છે.રાષ્ટ્રપતિના કાર્યક્રમો વિશે જણાવ્યું હતું કે તેઓ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી તથા એક જાહેરસભા સંબોધવાના છે. ત્યારબાદ ૪ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતેના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. તેઓ અંદાજે સવારે ૧૦ કલાકે અહીંયા પધારવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌની યોજના-૨નું ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાનું છે અને પછી જાહેરસભાનું સંબોધન કરી દિલ્હી પરત ફરવાના છે.રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્ર તથા રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગામી તૈયારીઓ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ તો અધિકારીઓ સાથે અલગ-અલગ ટીમો બનાવી તેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિને એક સ્પેશિયલ પ્રોટોકોલ મળતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને બધી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.