નિર્માણાધીન ઝનાના અને ફિલ્ડ હોસ્પિટલની કામગીરીની કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી સમીક્ષા
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ હોસ્પિટલ ચોક ખાતે નિર્માણાધિન નવી ઝનાના હોસ્પિટલની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરી હતી. જેમાં તેમણે હોસ્પિટલની કામગીરીનો પ્રગતિ અહેવાલ જાણ્યો હતો. તેમણે નવી હોસ્પિટલમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ વિંગની કામગીરીને વેગવાન બનાવવા સૂચનો કર્યા હતા તેમજ સલામતી સહિતના પાસાઓ પર ભાર મૂક્યો હતો.
રાજકોટવાસીઓને વહેલાસર આહોસ્પિટલની સેવાનો લાભ મળી શકે તે માટે તેનું નિર્માણ વહેલીતકે પૂર્ણ કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ ઉપરાંત મનુબહેન ઢેબર સેનેટોરિયમની જગ્યાએ ફીલ્ડ હોસ્પિટલ બનાવવા અંગેની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરી હતી. આ તકે ગાયનેક વિભાગના ડો. કમલ ગોસ્વામી, પીડિયાટ્રીક વિભાગના વડા ડો. પંકજ બુચ, ડો. કેતન પીપળીયા, માર્ગ અને મકાન વિભાગની ટીમ સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.