ચૂડા તાલુકાને સને ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે ગુજરાત સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ. છતાં અહીં પ્રથમ વખતે ૫.૮૯ ટકા જેવો મામુલી વિમો મળેલ હાલમાં બીજી વખત પાક વિમો પાસ કરેલ છે. જેમાં ચાચકા ગામને વિમામાંથી સાવ બાકાત રાખેલ છે. જયારે બાજુના ગામો ભેંસજાળ, કુડલા, વેરાવદળ વિગેરે જેવા એક સીમાડા ના ગામડામાં રપ થી ૩૦ ટકા સુધી વીમો મંજુર કરી આપેલ છે. આમ આ ચાચકા ગામને અન્યાય થયેલ છે.
સરકારના બેવડા વલણથી ખેડુતોને આઘાત લાગેલ છે. આ બાબતે સરકાર વિમા કંપની સાથે મળીને ન્યાય મળે તેવા પગલા તાત્કાલીક લેવાનો નિર્ણય નહિ કરે તો ગ્રામજનો આંદોલન કરશે તેમ ચાચકા ગામના ખેડુતોએ જીલ્લા કલેકટર ને આવેદન આપી રજુઆત કરી છે.