રાજયનાં 109 સનદી અધીકારીઓની બદલી: સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમી દ્વારકા, અમરેલી અને કચ્છ કલેકટરની બદલી
રાજકોટ કલેકટર તરીકે પ્રભાવ જોષી, મ્યુનિ.કમિશનર તરીકે આનંદ પટેલ, પીજીવીસીએલમા એમ.જી.દવે, મોરબી ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા અને પોરબંદર ડીડીઓ તરીકે કેતન ઠક્કરને મુકાયા
રાજ્યના વિધાનસભાના બજેટ સત્રની સમાપ્તી થતાની સાથે જ સામાન્ય વિભાગમાં 10 ને બઢતી સાથે 109 સનદી અધિકારીની સામુહિક બદલીના હુકમનો કરવામાં આવ્યા છે. જેમાં અધિક મુખ્ય સચિવ, પ્રીન્સીપલ સચિવ, સચિવ, નાયબ સચિવ અને કલેકટર તેમજ ડીડીઓ કક્ષાના અધિકારીનો સમાવેશ થાય છે.રાજ્યમાં ઘણા સમયથી આઈએએસ-આઈપીએસની બદલીની ચર્ચાએ જોર પકડયુ હતુ. જેમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ વહીવટી તંત્રમાં ધરમુળથી પરિવર્તન આવે તેની સંભાવનાનો આજે અંત આવ્યો છે. જેમાં રાજ્યના પ્રમુખ શહેર અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટનાં બદલીના હુકમો કરવામાં આવ્યા છે .
ટુંક સમયમાં આઈપીએસ અધિકારીઓનો ગંજીપો ચીંપાશે જેમાં પ્રમાણિક ઓફીસરોને સારા સ્થાને બેસાડાય તેવુ જોર પકડયુ છે.વધુ વિગત મુજબ રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મોડી સાંજે બઢતી અને બદલીના હુકમો કર્યા જેમાં 10 સનદી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં મુકેશપુરીને એસીએસ હોમ, એ.કે.રાકેશને કૃષિ, કલમ દયાનીને જીએડીનો ચાર્જ અરૂણ સોલંકીને વેરહાઉસીંગ, અમદાવાદના નવા કલેકટર પ્રવિણા ડી.કે., મુકેશકુમારને ઉચ્ચ શિક્ષણ, રમેશ મીણાને પુરવઠા વિભાગ, મોહંમદ સાહીદને સ્પીપા, એમ.જે.હૈદરને ખાણ અને ખનિજ, સંજીવકુમારને વન અને પર્યાવરણ, મિલિન્દ તોરવળેને પેટ્રો.કોર્પો. અને રાહુલ ગુપ્તાને ઈન્ડસ્ટ્રી.કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટના કલેકટર અરૂણ બાબુને યુજીવીસીએલના એમ.ડી. તેમના સ્થાને પ્રભાવ જોષી, રાજકોટના મ્યુનિ.કમિશ્નર અમીત અરોરાને કચ્છ કલેકટર તેમના સ્થાને આનંદ પટેલ, પોરબંદરના કલેકટર એ.એમ.શર્માને દ્વારકા અને તેમના સ્થાને કે.ડી.લાખાણી, ગીર સોમનાથના કલેકટર હરજી વઢવાણીયા, રાજકોટના અધિ.કલેકટર કેતન ઠક્કરને પોરબંદર ડીડીઓ, બોટાદના કલેકટર તરીકે ભીમસિંહ રોય, પીજીવીસીએલના એમ.ડી. તરીકે એમ.જે.દવે, જામનગર કલેકટર બી.એ.શાહ, અમરેલી કલેકટર તરીકે અજય દહીયા, મોરબી ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા, જામનગર ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે.
સાબરકાંઠા કલેકટર હીતેશ કોયાને ગાંધીનગર કલેકટર તેમના સ્થાને એન.એન.દવે, ખેડા ડીડીઓ એમ.કે.દવેને અમદાવાદ ડીડીઓ, પીજીવીસીએલના એમ.ડી. વી.જે.બરનાવાલાને બનાસકાંઠા કલેકટર, અરવલ્લી કલેકટર તરીકે પ્રસસ્તી પરીક, જુનાગઢ કલેકટર રચિત રાજને શેડ્યુલના કાસ્ટના ડાયરેકટર તરીકે, રાજકોટ મહાપાલીકાના ડેપ્યુટી કમિશ્નર આશિષકુમારને પંચમહાલ કલેકટર, મોરબી ડીડીઓ પી.જે.ભગદેવને ભાવનગર વિભાગીય નગરપાલિકાના કમિશ્નર, જામનગર ડીડીઓ મીહીર પટેલને ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર અમદાવાદ, તાપી કલેકટર તરીકે ડો.વિપીન ગર્ગને મુકવામાં આવ્યા છે.