• કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ 
  • વાહન અકસ્માતમાં ઘટાડો થાય તે માટે હાઇવે વધુ સલામત બનાવવા કલેકટરનો અનુરોધ

રાજકોટ ન્યૂઝ : જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ધોરી માર્ગો પર અકસ્માતનું પ્રમાણ સતત ઘટે તે દિશામાં કરવામાં આવતી કામગરી અર્થે રોડ રીપેરીંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ, રમ્બલ સ્ટ્રીપ, સ્પીડ લીમીટ, સ્પીડ બ્રેકર, સાઈનેજીસ, હાઇવે – એપ્રોચ કનેક્ટિવિટી પાસે રોડ એંજિનયિરિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે કલેકટરએ અકસ્માત માટે કારણભૂત હાઈવે પરની હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદેસર રીતે મીડીયમ બ્રેકીંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, અનધિકૃત હોર્ડિંગ્સ, દબાણો દૂર કરવા સૂચના આપી હતી. નેશનલ હાઇવે ડિવિઝન દ્વારા રાજકોટ બામણબોર હાઇવે પર કુવાડવા પાસે, માલિયાસણ પાસે, પટેલ વિહાર પાસે, હિરાસર એરપોર્ટ પાસે રોડ પર સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ સહિતની કામગીરીની વિગતો પુરી પાડી હતી. 108 વિભાગ દ્વારા છેલ્લા ત્રણ માસમાં અકસ્માતના પ્રમાણમાં થયેલા ઘટાડા અને રિસ્પોન્સ ટાઈમમાં થયેલા ઘટાડા, આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, હેલ્મેટ અંગે ચલાવવામાં આવેલી ઝુંબેશ, અકસ્માતમાં મદદરૂપ બનતા લોકોને સમરીટન એવોર્ડ અંગે બોલબાલા ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ અંગે કરવામાં આવેલા સેમિનારની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં આર.ટી.ઓ અધિકારી કે. એમ. ખપેડ, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સહીત એન.એચ.એ.આઈ., એન.એચ. ડિવઝન, ડીસ્ટ્રીકટ આર.એન્ડ.બી., સિવિલ, 108 સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોડ સેફટીમાં બીજો નંબર આવતા કલેકટરે અધિકારીઓને પાઠવ્યા અભિનંદનWhatsApp Image 2024 05 24 at 16.32.47 cecbc59d

આ વર્ષે રાજકોટ જિલ્લાનો રોડ સેફટી કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવવા બદલ કલેકટર જોશીએ તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તમામ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હજુ પણ અકસ્માત સંભવિત વિસ્તારોમાં સઘન કામગીરી કરવા પ્રેરણા પુરી પાડી હતી.

નવા 150 ફૂટ રિંગ રોડ પરની 14 ચોકડી ઉપર વાહન ડાયવર્ઝન માટે બેરીકેટ લગાવાશે

નેશનલ હાઇવે ઓથોરિટી અને રૂડા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોકડી સહીત 14 ચોકડી પર વાહન ડાયવર્ઝન માટે બેરીકેટ લગાવવા તેમજ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અંગે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તે આયોજન અંગેની તમામ વિગતો પુરી પાડી સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ સહિતની કામગીરીની વિગતો આપવામાં આવી હતી.

ચોમાસામાં હાઇવે ઉપર પાણી ન ભરાઈ તેની તકેદારી રાખવા સૂચના

હાઇવે ઉપર ચોમાસામાં પાણી ભરાઈ જતા હોય જેનાથી અકસ્માતનું જોખમ રહેતું હોવાથી કલેકટર દ્વારા આગામી દિવસોમાં ચોમાસુ ઋતુ શરુ થવાની હોઈ હાઈવે પર વરસાદના પાણી ન ભરાય તેમજ તેના કારણે અકસ્માતો ન બને તે માટે વિવિધ એજન્સીઓને જરૂરી પગલાંઓ લેવા ખાસ સૂચન આપવામાં આવ્યું હતું.

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.