આગામી તા.ર૩મી એપ્રીલે ગુજરાતં એક જ તબકકામાં ચુંટણી યોજનારા છે. જેની આયોજનના ભાગરુપે જીલ્લાના નોડલ ઓફીસર્સ સાથે જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં અધિકારીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જીલ્લાના પ્રીન્ટ તથા ઇલેકટ્રોનીક મીડીયાના પ્રતિનિધિ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં કલેકટરે વિગતો આપતા જણાવેલ કે તા.ર૮મી માર્ચે ગુજરાતમાં ચુંટણીપંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તા.૪ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લા તા. પમી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૮મી એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. મતદાન તા.ર૩મી એપ્રિલે અને પરિણામ ર૩મી મે ૨૦૧૯ ના રોજ આવશે.