જુનાગઢ અને પોરબંદર બન્ને જીલ્લા ને જોડતો માર્ગ GJ SH 32જે વંથલી થી ચૌટા વાક સુધી આવેલ છે જેમાં રોડ ની બન્ને સાઈડ પર કાટાળા બાવળો ના કારણે રોડ પર ચાલવા માં નાના વાહનો અતી ભારે મુશ્કેલી પડે છે .જે માણાવદર થી વંથલી તરફ આગળ જતા સણોસરા ફાટક થી આગળ અને નરેડી ગામ વચ્ચે ગાંડા બાવળ નો એટલો બધો વધારો થયેલ છે.
જેના કારણે મોટા વાહનો જેવા કે કપાસ ના ભરેલ ટ્રક હોય જે સાઈડ માં ચલાવી શકતા નથી કારણે કે કપાસ ભરેલ હોવા ના કારણે સાઈડ માં ચલાવે તો રોડ ની સાઈડ માં આવેલ બાવળ અડી જાય જેના કારણે મોટા વાહનો રોડ ની મધ્ય માં ચલાવે છે.
આખો દિવસ નાના, મોટા વાહન ચાલકોથી આ માર્ગ ધમધમતો જોવા મળે છે. પરંતુ આ માર્ગની બંને સાઈડો ઉપર નમી ગયેલા બાવળ અને તેની ડાળીઓ વાહન ચાલકો માટે જોખમી બની રહી છે. ભૂતકાળમાં થયેલ અકસ્માતનું પુનરાવર્તન ન થાય તે બાબતે જયદીપ ભાલોડીયા દ્વારા જુનાગઢ કલેકટર શ્રી ડો સૌરભ પારધી રૂબરૂ મળી રજૂઆત કરી છે.