મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષી દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે.
ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૦૧નવેમ્બર ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લા વિસ્તાર છોડી જતા રહેવા જણાવાયું છે.આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લાના વિસ્તારમાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીસી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવા પણ જણાવાયું છે.
મોરબી પેટા ચૂંટણીની આચાર સંંહિતાના ચુસ્ત પાલન માટે કલેકટરનું જાહેરનામું
Previous Articleમાઈ-બાપનાં ખેડૂતોને ટેકો આપવાના પ્રયત્નો વચ્ચે ‘લગડી’ મગફળીના ભાવ પૂરતા મળતા ખેડૂતો ‘ટેકા’ને બદલે ખૂલ્લા બજાર તરફ વળ્યા
Next Article વેક્સિનેશન આવતા આવશે તે પહેલા કોરોના ચાલ્યો જશે!