મહાસતીજીને જીવલેણ ઈજાઓ કરનારા શખ્સોની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે
લીંબડી અજરામર સંપ્રદાય પરમપુજય પ્રકાશમુની મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પુજય સાધ્વી રત્ના ઝરણાબાઇ આર્યાજીના સુશિષ્યા પરમપુજય મનસ્કૃતિબાઇ આર્યાજી કે જેઓ હાલમાં ભચાઉ મુકામે માંડવીવાસ ઉપાશ્રયમાં ચાર્તુમાસ બિરાજીત છે. તેઓ ગઇકાલે તા.૦૭/૧૦/ર૦૧૮ ના રોજ બપોરના સમયે ગૌચરી વહોરવા માટે ગયેલ હતા ત્યારે ભચાઉની બજારમાં ત્રણ અજાણ્યા સખ્સ દ્રારા સરાજાહેરમાં છરી મારી લુંટના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયેલ છે.અને પુજય મહાસતીજીને જીવલેણ ઇજાઓ કરવાના ઇરાદે ગળામાં છરીના તીક્ષ્ણ ઘા કરી બેરહમી અને અમાનુસી કૃત્ય આચરેલ છે જે ગુજરાત રાજયના કાયદો અન વ્યવસ માટે કલંક સમાન છે અને તેને સમગ્ર જૈન સમાજ ઘોર નિંદા અને દુ:ખ સો સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અહિંસા પરમો ધર્મ ને વરેલો જૈન સમાજ કે જેણે કયારેય પણ કોઇનું ખરાબ થાય તેવી ભાવના કરી ની અને ગુજરાતમાં હવે જૈન સાધુઓની સલામતી માટે મોટો પ્રશ્ન ઉપસ્થિતિ થાય તેવું આ જઘન્ય કૃત્ય થયેલ છે.
જેથી કાયદો અને વ્યવવસ અંગે રાજય સરકાર નિષ્ફળ સાબિત થયેલ છે અને જયારે સાધુઓની સલામતી ની ત્યારે અન્ય નાગરીકો ની શી હાલત થય તેની કલ્પનાી ધ્રુજારી આવી જાય છે.આ બનાવના આરોપીઓ હજુ સુધી ફરાર છે અને ભચાઉ પોલીસ તેઓને પકડવામાં નિષ્ફળ ગયેલ છે ત્યારે પોલીસ બેડા પર પણ મોટો સવાલ ઉભો થાય તે સ્વાાભાવિક છે.