દરેકને સલામતી અને રક્ષણ આપવાની ખાત્રી: પરપ્રાંતીયો સાથે બેઠક યોજતા કલેકટર અને પોલીસ અધિક્ષક
ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને સુરેન્દ્રનગર ખાતે પરપ્રાંતીયોની સુરક્ષા અને સલામતી સંદર્ભે કલેકટર કે. રાજેશના અધ્યક્ષસને પરપ્રાંતીયો સાથે બેઠક યોજવામાં આવી હતી.
પરપ્રાંતીયો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટર કે.રાજેશે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પરપ્રાંતીયો બાબતે કોઈ પ્રશ્ન ઉદ્દભવેલ ની. તેમણે વધુમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રુરતી તકેદારી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એવું રાજય છે કે અન્ય રાજયોમાંથી ધંધા-રોજગાર માટે આવતા લોકો માટે પોતાના જ રાજયના લોકો હોય તેમ અપનાવી લે છે. તેમણે લાંબા સમયી ગુજરાતમાં જ રહેતા હોય, વ્યવસય-નોકરી કરતા હોય અને ચુંટણીકાર્ડમાં પણ પોતાનું નામ હોય પરપ્રાંતીય હોવાનો સવાલ જ ઉદ્દભવતો ની તેમ જણાવી જેઓએ પોતાનો-ધંધો-રોજગાર બંધ કરી દિધેલ હોય તો તાત્કાલિક શરૂ કરી દેવા જણાવ્યું હતું. તેમણે સોશ્યલ મીડીયામાં આવતા ખોટા મેસેજી કોઈએ ગભરાવવાની જરૂર ની. તેમ પણ વધુમાં જણાવ્યું હતું.આ તકે પોલીસ અધિક્ષક મનીન્દરસિંહ પવારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પરપ્રાંતીયો સંદર્ભે કોઈ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કાયદો-વ્યવસ સઘન બનાવી દેવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કડક કાયદો-વ્યવસને કારણે શાંતિ રહેલ છે.
તેમણે વધુમાં સોશ્યલ મીડીયામાં ખોટી અફવાઓ અને ખોટા મેસેજ વાયરલ તા હોઈ લોકો ગભરાઈ પોતાના વતન જવા નીકળી જતા હોય છે. તેવી પરિસ્થિતિમાં કોઈએ ગભરાવવાની જરૂર ની. આવા કોઈપણ ખોટા મેસેજ આવે તો તાત્કાલિક પોલીસતંત્રને જાણ કરવા જણાવ્યું હતું. પોલીસતંત્ર આવા મુઠ્ઠીભર ખોટા મેસેજ ફેલાવનાર સામે સખ્ત કાર્યવાહી કરશે.
ખોટી અફવાઓ ફેલાવી પરિસ્થિતિ ડહોળવા પ્રયાસો કરતા હોય છે. જેથી આવી ખોટી અફવાઓ ફેલાવનારની ત્વરિત પોલીસતંત્રને જાણ કરવી જેથી તાત્કાલિક પગલા લઈ શકાય. તેમણે પરપ્રાંતીયોના ધંધા રોજગાર તેમજ રહેણાંક વિસ્તારમાં પરિસ્થિતિ વણસે નહીં. તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવેલ છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર ની.
આમ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પરપ્રાંતી ઓને સલામતી અને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માધવીબેન શાહ તેમજ ઉપ્રમુખ પુલીનભાઈ ત્રિવેદીએ જિલ્લામાં ધંધો રોજગાર ર્એ આવેલ પરપ્રાંતીયોએ કોઈપણ પ્રકારનો મનમાં ડર રાખ્યા વગર શાંતીી પોતાનો વ્યવસાય કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગોરધનભાઈ વરમોરા સહિત વિશાળ સંખ્યામાં પરપ્રાંતીયો ઉપસ્તિ રહયા હતા.