વાલીઓએ પોતાના સંતાનોને તિલક કરી આવકાર્યા: મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને જીલ્લા કલેકટર મહેશ બાબુએ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ: કેન્દ્ર-રાજય સરકારનો આભાર વ્યકત કરતા વાલીઓ: હજુ બીજા 8 વિદ્યાર્થીઓ આજે દિલ્હીથી રાજકોટ આવશે

અબતક, રાજકોટ

યુક્રેનની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ યુક્રેનમા વસતા ભારતીય લોકો તેમજ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા તમામ શક્ય પ્રયત્ના ેકરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાન ેયુક્રેનના ચેર્નિવત્સીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને રોમાનિયાની સરહદેથી એરઈન્ડિયાના વિમાન દ્વારા મુંબઈ અન ેદિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે. જેમાંના સાત વિદ્યાર્થીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. જેઓન ુંધારાસભ્ય ીગોવિંદભાઈ પટેલ મેયર ડો. પ્રદીપ ડવ તેમજ કલેકટર અરુણા મહેશ બાબુ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો સાથે તેમનુ ંમિલન થતા ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંપરા મુજબ તેમની માતાઓએ કુમકુમ તિલક કરી તેઓને ગળે લગાડી વહાલ વરસાવ્યું હતું.  હાલ પ્રથમ બેચમાં રાજકોટ પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ઓમ સંજીવ જાની, ક્રિસાંગ વિશ્વેશ મહેતા, જેન્સી સંજયકુમાર ભેટારીયા, ભવ્ય વિપુલભાઈ ચગ,  ધારા વોરા (ગોંડલ) તેમજ હેપી ભલાણી રાજકોટ આવી પહોંચ્યા છે, જયારે દામિની રાઠોડ તેમના વતન જસદણ પહોંચી ગયેલ છે.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સુખ રૂપ ભારત વતન પરત ફરવા બદલ ભારત સરકાર અને તમામ પ્રશાસનનો આભાર માન્યો હતો.  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડોક્ટર પ્રદીપ ડવ અને કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ હેમખેમ વતન આવી પહોંચતા ખૂબજ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. યુક્રેઇનથી ીહેમખેમ પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના સંપર્કમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ હોય તો તેમની માહિતી પણ આપવા જિલ્લા કલેકટર મહેશ બાબુ દ્વારા જણાવાયું હતું, જેથી તેઓને પણ ખૂબ ઝડપથી ભારત પરત લાવી શકાય.  હાલવિદ્યાર્થીઓન ીતબિયતસ્વસ્થછે. હજુ અન્ય આઠ બાળકો દિલ્હીથી પરત આવી રહ્યા છે તેમ કલેકટર ીઅરુણ મહેશ બાબુએ આ પ્રસંગ ેજણાવ્યું હતું. આ તક ેનિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કરે ઉપસ્થિત રહી સંકલનની કામગીરી કરી હતી.

ફસાયેલા વિદ્યાર્થીઓને ગાડીયનની મંજૂરી વગર બોડર પર જવુ નહી: જેન્સી ભેટારીયા (વિદ્યાર્થીની)

vlcsnap 2022 02 28 08h51m59s604

યુક્રેનથી પરત આવી વિદ્યાર્થીની જેન્સી ભેટારીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, પ્રથમ વખત જયારે યુધ્ધની અમને જાણ થઈ ત્યારે અમે લોકો પેનીક થયા હતા પરંતુ અમારા શહેરમાં એટલો વાંધો હતો નહી તેમજ અમે ભાગ્યશાળી છીએ કે પહેલી ફલાઈટમાં અમારો વારો આવી ગયો માત્ર 45 મીનીટમાં અમને કહેવામાં આવ્યું તમારા બેગ પેક કરી લ્યો ત્યારબાદ બસ ત્યારથી બોર્ડર ક્રોશ કરાવી બુખારિસ્ટ એરપોર્ટ પર લઈ અમને ભારત પહોચાડવામાં આવ્યા હતા શરૂઆતમાં અને ફલાઈટની ટીકીટ પણ ખૂબ મોંઘી થઈ ગઈ હતી. અમે બુક કરાવેલી ફલાઈટ પણ કેન્સલ થઈ ગઈ હતી ગરમ કપડા પહેરી રાખવા તેમજ વાલીયોની મંજૂરી વગર બોર્ડર પર જવું નહી તેવી ફસાયેલા વિદ્યાર્થીઓને મારો મેસેજ છે.

વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર દ્વારા ખૂબજ પ્રશંસનીય કામગીરી: ઉષાબેન ભેટારીયા (વાલી)

vlcsnap 2022 02 28 08h51m33s605

યુક્રેનથી પરત આવી વિદ્યાર્થીનીના માતા ઉષાબેન ભેટારીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુકે દિકરીને સહી સલામત રાજકોટ આવી પહોચતા જોઈને ખૂબ આનંદ પણ છે. અને રાહતનો શ્ર્વાસ પણ થઈ રહ્યો છે. મારી દિકરી એમબીબીએસનાં બીજા વર્ષમાં યુક્રેન ખાતે ભ્યાસ કરવા ગઈ હતી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.ફસાયેલા તમામ બાળકો જલદી પરત ભાર્ત ખાતે આવી પહોચે અને તેમના વાલીઓને ભેટી પડે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.