નવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ બ્રાંચની સરપ્રાઈઝ વિઝીટ લીધી: બંધ પડેલા જીમને ખુલ્લુ મુકાવીને તેનું સંચાલન રેવન્યુ કર્મચારી મંડળને સોંપાય તેવી સંભાવના
જિલ્લા કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલું જીમ છેલ્લા ઘણા વર્ષોથી ધુળ ખાઈ રહ્યું છે ત્યારે નવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ બ્રાંચની સરપ્રાઈઝ વિઝીટ લેતા આ જીમ તેમની નજરે ચડયું હતું. જેથી હવે નવા જિલ્લા કલેકટર વર્ષોથી ધુળ ખાઈ રહેલા આ જીમને કાર્યરત કરાવીને વહિવટી તંત્રને ‘ફિટ’ રાખવાનાં છે. આ જીમનું સંચાલન રેવન્યુ કર્મચારી મંડળને સોંપાય તેવી પ્રબળ સંભાવના હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી આધુનિક સુવિધાઓથી સજજ છે. અગાઉનાં કલેકટરોએ કચેરીને સુંદર અને આધુનિક બનાવવા પર વિશેષ ભાર આપ્યો હતો પરંતુ આ કચેરીની અંદર ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા અનેક સાધનોથી સજજ એવું જીમ વર્ષોથી ધુળ ખાઈ રહ્યું હતું જેને ખુલ્લુ મુકવા માટે કોઈએ ધ્યાન આપ્યું ન હતું. રાજકોટ જિલ્લા કલેકટરનો તાજેતરમાં રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો છે ત્યારે આવતા વેત જ તેઓએ જિલ્લા કલેકટર કચેરીની તમામ બ્રાંચોની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. આ દરમિયાન તેઓનાં ધ્યાને ધુળ ખાતુ જીમ નજરે ચડયું હતું જેથી તેઓ આ જીમને ફરી કાર્યરત કરાવવાના છે.
જિલ્લા કલેકટર કચેરીનું આ જીમ અનેક સાધનો ધરાવે છે. આ જીમ છેલ્લા ૩ વર્ષથી બંધ હાલતમાં હતું. અનેક વખત આ જીમને શ કરવાની માંગણી ઉઠાવવામાં આવી હતી પરંતુ કોઈ અધિકારીઓએ આ બાબતે રસ લીધો ન હતો પરંતુ રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યાને ૩ જ દિવસમાં કર્મચારીઓને ‘ફિટ’ રાખવા માટે આ જીમ કાર્યરત કરાવવાની હિલચાલ શ કરી છે. આ જીમ ખુલ્લુ મુકાયા બાદ તેનું સંચાલન રેવન્યુ કર્મચારી મંડળને સોંપાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. જીમમાં પુરુષ અને મહિલા કર્મચારીઓ માટે અલગ-અલગ સમય નકકી કરવામાં આવશે. આ જીમનો તમામ મહેસુલી કર્મચારીઓ લાભ લઈ શકશે તેવું જાણવા મળ્યું છે.
કલેકટર કચેરીમાં વિધાનસભા જેવી સાઉન્ડ સિસ્ટમ મુકાશે
જિલ્લા કલેકટર કચેરીમાં હાલ જે સાઉન્ડ સિસ્ટમ કાર્યરત છે તેમાં ઘણી ક્ષતિઓ હોવાથી અનેક વખત ચાલુ મીટીંગે માઈક બંધ થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હાલ વિધાનસભામાં જે સનહાઈઝર ઈકો ડિસ્ટબન્સ સિસ્ટમ કાર્યરત છે એજ સિસ્ટમ જિલ્લા કલેકટર કચેરીમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિસ્ટમ માટે ૪૦ લાખનો ખર્ચ થાય તેવો અંદાજ કાઢવામાં આવ્યો હતો પરંતુ ટેન્ડર પ્રક્રિયા શ થયા બાદ ૩૦ ટકા નીચું ટેન્ડર આવ્યું છે જેથી ૪૦ લાખની બદલે ૨૪ થી ૨૫ લાખ ખર્ચ થવાનો છે. આ કોન્ટ્રાકટ અમદાવાદની પ્રોઝીલીટી કંપનીને આપવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં ૧૨ સ્પિકર અને ૬૦ માઈક રહેશે.