વૃધ્ધાશ્રમની સેવા પ્રવૃત્તિથી પ્રભાવીત થયા: વડિલોને માં અમૃતમ કાર્ડ અને પેન્શન મળી રહે તે માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો
શહેરથી ૧૪ કીમી દૂર આવેલા ઢોલરા ગામ ખાતે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ તરછોડાયેલા, નિરાધાર મા-બાપોની સેવા કરી રહ્યું છે. છેલ્લા બે દાયકાથી ચાલતી આ સંસ્તામાં મુખ્યમંત્રી, ગવર્નર, મંત્રી મંડળના સભ્યો, સાધુ સંતો વકતાઓ, લેખકો, અધિકારીઓ, પદાધિકારી ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડર્સ, ડોકટર્સ તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રનાં કુલ મળી સાડા ચાર લાખ લોકોથી વધુ લોકો મુલાકાત લઈ ચૂકયા છે. હાલ આ વૃધ્ધાશ્રમમાં ૫૦ માવતરો વિનામૂલ્યે પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાને આધુનિક સ્વ‚પ અપાયું છે. આ વૃધ્ધામમાં માવતરો માટે જ‚રી તમામ સુખ સુવિધાઓ ઉમેરવામાં આવી છે.તાજેતરમાં કલેકટર વિક્રાંત પાંડેએ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી હતી કલેકટરે ૨ કલાકથી વધુ સમય સંસ્થાને ફાળવ્યો હતો. તમામ વિભાગોનું નિદર્શન કર્યું હતુ માવતરોની સાથે સમય ગાળ્યો હતો. કલેકટરે માવતરો સાથે ભોજન પણ લીધું હતુ તેઓએ સંસ્થાના સંચાલકો મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ પાસેથી સંસ્થાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. વિક્રાંત પાંડે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા થતી સેવા પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા હતા. સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છે માવતરોને મા અમૃતમ કાર્ડ મળી રહે, નિરાધારોને મળતુ પેન્શન મળી રહે તે માટેની રજુઆત કરી હતી. કલેકટરે આ રજુઆતને ધ્યાને લઈ સ્થળ ઉપર જ સંબંધીત અધિકારીઓને યોગ્ય કરવા સૂચના આપી હતી આ મુલાકાત સમયે લોધીકા, મામલતદાર, ટી.ડીઓ, સર્કલ ઈન્સપેકટર, ડી.એલ.આર. તલાટી મંત્રી સરપંચ સહિતના ઢોલરા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.