જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર ડો. સૈારભ પારઘી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓને તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને રાજ્યમાં હજુ પણ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે હાલ જૂનાગઢ જિલ્લાના તમામ ડેમ ફુલ થઇ ગયા છે. તેમજ નદીઓના પાણીનું વહેણ ભયજનક સપાટી પર વહી રહેલ છે. ત્યારે આવા સમયે નદી તરફ કોઈ અવરજવર ન કરે તેમજ કોઝવે પુલ પરથી પાણી વહેવા સમય લોકો અવર જવર ન કરે એ માટેની સુચનાઓ કલેકટર દ્વારા સંબંધિત વિભાગને આપવામાં આવી છે.
ઉપરાંત હાલ વરસાદના કારણે ઓવર ટોપિંગ થી બંધ થયેલ રસ્તાઓ પર વાહન વ્યવહાર કે લોકોની અવરજવર ચાલુ ન રહે તે માટે જરૂરી પોલીસ, રેવન્યુ તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓનો બંદોબસ્ત ની સૂચના પણ આપવામાં આવી છે.